________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
પ્રીત કિયે દુઃખ હોય આ વિષમતાઓનાં કારણ તરીકે મનુષ્યની મૂર્ખતા-બુદ્ધિમત્તા, કાર્યદક્ષતા, આળસ... સમાજવ્યવસ્થા... રાજ્યવ્યવસ્થા.. વગેરેને ન માની શકાય?'
એક અપેક્ષાએ માની શકાય, પરંતુ એ મૂર્ખતાનું કારણ શું? એ બુદ્ધિમત્તાનું કારણ શું? એક માણસ કાર્યદક્ષ કેમ અને બીજો માણસ ભોટ જેવો કેમ? એક માણસ રોગી કેમ અને બીજો નીરોગી શાથી? એક નિર્ધન કેમ ને એક શ્રીમંત કેમ? મૂળભૂત કારણ તરીકે પુણ્ય-કર્મોને માનવા જ પડે.”
“એક માણસને બીજો માણસ મારે છે... તો માર ખાવાનું દુ:ખ પેલા બીજા માણસે આપ્યું ને? ત્યાં કર્મ કેવી રીતે કારણ બન્યું?' ત્રીજી સ્ત્રીએ પ્રશ્ન કર્યો.
“માર ખાનાર માણસનાં પાપકર્મનો ઉદય થયો માટે બીજા માણસે એને માર્યો! મારવાની ઇચ્છા પેલા માણસના પાપોદયે કરાવી! મારો એવો પાપકર્મનો ઉદય હોય તો તમને મને મારવાની ઇચ્છા થાય! તમે એમાં નિમિત્ત બની જાઓ. હું આ સિદ્ધાંતને જાણતી હોઉં એટલે મને તમારા પ્રત્યે દ્વેષ નહીં થાય! શત્રુતા નહીં જન્મે!” પણ, મારનારને પાપકર્મ તો બંધાય ને?
અવશ્ય બંધાય. માર ખાનાર જો સમતા ન રાખે. રોષ... ક્રોધ કે દીનતા કરે તો એને પણ નવાં પાપકર્મ બંધાય! સમતા રાખે તો નવાં પાપકર્મ ન બંધાય. અને ઉદયમાં આવેલું પાપકર્મ નિર્જરી જાય!' ‘નિર્જરી જાય એટલે?' ચોથી સ્ત્રીએ પૂછયું.
નાશ પામી જાય! કર્મોની નિર્જરા એટલે કર્મોનો નાશ. દુઃખના સમયે જો જીવ સમતા સમાધિપૂર્વક દુઃખોને સહન કરી લે તો ઉદયમાં આવેલાં પાપકર્મોની નિર્જરા થઈ જાય...'
એ “કર્મ છે શું?'
એ એક જાતનાં જડ પુદ્ગલ હોય છે! “કાર્પણ' જાતનાં પુલો હોય છે...'
આત્મા સાથે એ કેવી રીતે બંધાય?'
અશુદ્ધ આત્મા સાથે જ એ કર્મોનો સંબંધ થાય. શુભાશુભ પ્રવૃત્તિથી એ કર્મો આત્મામાં વહી આવે છે... એને “આશ્રવ” કહેવામાં આવે છે.”
તો જીવ કોઈ ને કોઈ શુભાશુભ પ્રવૃત્તિ તો કરતો રહે જ ને? તો તો સતત કર્મ બંધાતાં જ રહેવાના!”
For Private And Personal Use Only