________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
પ્રીત કિયે દુઃખ હોય
શ્રમ તો ત્યારે જ દૂર થઈ ગયો હતો. જ્યારે તમને મહેલના દ્વારે જોયાં! કેવી પ્રેમભરી મારી ચારેય ભાભીઓ છે! મારા ભાઈનું શ્રેષ્ઠ પુણ્ય છે કે આવી ગુણવતી...' એક રાણીએ સુરસુંદરીના મુખ પર હાથ મૂકી દીધો...
અમને ન શરમાવો બહેન! તમારા ભાઈ પુણ્યશાળી તો છે જ, નહીંતર આવી મહાસતી બહેન ન મળે.'
“એટલે હવે તમે મને શરમાવવા ઇચ્છો છો? આપણે સહુ પુણ્યશાળી છીએ. નહીંતર પરમાત્મા જિનેશ્વર દેવનો ધર્મ આપણને ન મળત! આવું માનવજીવન ન મળત! આવા સારાં સ્નેહી-સ્વજનો ન મળત.. અને અચિંત્ય ચિંતામણિ સમાન શ્રી નવકારમંત્ર ન મળત.”
“બહેન, આ “પુણ્ય' શું છે?' એક રાણીએ જિજ્ઞાસા વ્યક્ત કરી.
પુણ્ય, કર્મ છે. બેતાલીસ પ્રકારનાં પુણ્ય-કર્મ છે! દરેક પુણ્ય-કર્મ જુદું જુદું સુખ આપે છે.” પુણ્ય-કર્મનું કામ સુખ આપવાનું?'
હા, જીવાત્મા મનથી સારા વિચારો કરે, સારી વાણી બોલે અને સત્કાર્યો કરે, તેથી પુણ્ય-કર્મ બાંધે. એ પુણ્ય-કર્મ ઉદયમાં આવે ત્યારે જીવને સુખ આપે. જીવને સુખ પ્રાપ્ત થાય.”
પરંતુ જીવાત્મા સદૈવ તો શુભ વિચારો કે શુભ વાણી-વર્તન ન રાખી શકે ને? મન-વચન-કાયા અશુભ પણ બને છે.”
અશુભ મન-વચન-કાયાથી પાપકર્મ બંધાય છે. બંધાયેલાં પાપકર્મ ઉદયમાં આવે ત્યારે જીવ દુઃખી થાય છે...”
એ પાપકર્મોને પણ પ્રકારો હશે ને?' બીજી રાણીએ પૂછ્યું.
હા, પાપકર્મના વ્યાસી પ્રકારો છે... મોટા મોટા પ્રકારો વ્યાસી છે... બાકી તો અનંત પ્રકારો છે!”
આ પુણ્ય-કર્મ કે પાપકર્મ દેખાતાં તો નથી...”
ના, દેખાતાં નથી, પરંતુ કાર્ય જોઈને કારણનું અનુમાન થાય. બીજ દેખાતું નથી, વૃક્ષ દેખાય છે! વૃક્ષ જોઈને બીજનું અનુમાન કરીએ છીએ ને? “બીજ વિના વૃક્ષ ન હોય! આ સિદ્ધાંતને જાણનાર ને માનનાર મનુષ્ય વૃક્ષના આધારે બીજનું અનુમાન કરે છે. એવી રીતે સંસારના જીવોનાં સુખ-દુઃખ જોઈને એ સુખ-દુઃખનાં કારણભૂત કર્મોનું અનુમાન થઈ શકે છે. એક સખી.. એક દુઃખી... આવી વિષમતાઓ સંસારમાં દેખાય જ છે.'
For Private And Personal Use Only