________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
પ્રીત કિયે દુઃખ હોય સ્વામીનાથ, આપે અમારી ઘણા સમયની ઇચ્છા પૂર્ણ કરી છે. અમારી નણંદને પામીને અમે ધન્યતા અનુભવીએ છીએ. એમની મુખાકૃતિ જ એમના ગુણોની ચાડી ખાય છે.”
“એના સાંભળતાં એની પ્રશંસા કરીશ તો એ રિસાઈ જશે... માટે એની અનુપસ્થિતિમાં એની વિશેષતાઓ બતાવીશ!' રત્નજટી હસતો હસતો ચાલ્યો ગયો.
ચાર રાણીઓ સુરસુંદરીને લઈને તેમના ભવ્ય આવાસમાં પહોંચી. એક વિશાળ.. સુંદર અને સુશોભિત ખંડ હતો. એની ચારે બાજુ બીજા ખંડ હતા. ચારેય ખંડનાં દ્વાર એ વિશાળ ખંડમાં પડતાં હતાં. ચાર રાણીઓના એ ચાર શયનખંડ હતા. રાણીઓએ ચારેય શયનખંડ બતાવ્યા અને કહ્યું: “બહેન, આ ચાર ખંડમાંથી તમને ગમે તે ખંડ તમને મળશે!' “ના, ના મારા માટે તો આ મધ્ય-ખંડ જ યોગ્ય છે!'
ના બહેન, આ મધ્ય-ખંડમાં તમને ન રખાય.. ચાલો ઉપરના માળે.. ઉપર એક સુંદર ખંડ છે..” સુરસુંદરીને ઉપરનો ખંડ બતાવ્યો... સુરસુંદરીને એ ખંડ ગમી ગયો. તેણે કહ્યું: “બસ, આ ખંડમાં હું રહીશ. તમને ઇચ્છા. થાય ત્યારે તમે અહીં આવજો.. મને ઇચ્છા થશે તો હું નીચે આવીશ!'
રાણીઓએ એક પરિચારિકા સુરસુંદરી પાસે નિયુક્ત કરી દીધી. ખંડમાં બધી જ સુવિધાઓ ગોઠવી દીધી. - “બહેન, હવે એકાદ પ્રહર તમે વિશ્રામ કરો.... લાંબો પ્રવાસ કરીને આવ્યાં છો.. પછી અમે ઉપસ્થિત થઈ જઈશું.' ચારેય રાણીઓ નીચે આવી ગઈ.
સુરસુંદરીએ પહેલું કામ શ્રી નવકારમંત્રના જાપનું કર્યું. તન્મય બનીને તેણે જાપ કર્યો અને પછી નિદ્રાધીન થઈ ગઈ... જમીન પર જ તે સૂઈ ગઈ.
તે નિશ્ચિત અને નિર્ભય હતી તેથી ઘસઘસાટ ઊંઘી ગઈ... જ્યારે તે જાગી ત્યારે તેની ચારે બાજુ ચાર રાણીઓ પ્રસન્નચિત્તે બેઠેલી હતી...! “અરે, તમે ક્યારનાં આવીને બેઠાં છો? મને જગાડવી હતી ને...!”
અમે હમણાં જ આવ્યાં... તમારી નિદ્રામાં વિક્ષેપ થયો.. નહીં? “ના, ના, નિદ્રા લઈ લીધી! એકાદ પ્રહર તો વીતી ગયો હશે!'
હા, એક પ્રહર વીતી ગયો.. પછી જ અમે ઉપર આવ્યાં! તમારો શ્રમ દૂર થયો?'
For Private And Personal Use Only