________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
પ્રીત કિયે દુઃખ હોય
રથ રાજમહેલના પ્રાંગણમાં પહોંચ્યો. રત્નજી રથમાંથી ઊતરી પડ્યો અને સુરસુંદરીને સહારો આપીને રથમાંથી ઉતારી. તેને લઈ તેણે રાજમહેલના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કર્યો. ત્યાં જ રત્નજીટીની ચાર રાણીઓએ સાચાં મોતીથી બંનેને વધાવ્યાં.
રત્નજીએ ચારેય રાણીઓ સામે જોયું... રાણીઓની આંખોમાં જિજ્ઞાસા વાંચી.. એના મુખ પર સ્મિત ખીલી ઊઠ્યું. તેણે કહ્યું:
મારી વહાલી ભગિનીને લઈ આવ્યો છું!” ચારેય સ્ત્રીઓ હર્ષવિભોર થઈ ગઈ. એક પછી એક રાણી સુરસુંદરીને ભેટી પડી.. “ઓહો! જેવું ભાઈનું રૂપ છે તેવું જ બહેનનું રૂપ છે! એક રાણી બોલી.
“ના, ના, તમે ભૂલ કેમ કરો છો! મારા કરતાં તો બહેનનું રૂપ ઘણું ચઢિયાતું છે! અરે, રૂપ કરતાં ગુણો તો ખૂબ ચઢિયાતા છે!”
સહુએ મહેલમાં પ્રવેશ કર્યો. રત્નજી સુરસુંદરીને ચાર રાણીઓ પાસે મૂકીને પોતાના ખંડમાં ચાલ્યો ગયો. સ્નાનાદિ નિત્યક્રમથી પરવાર્યો.
સુરસુંદરીને પણ ચાર રાણીઓએ સ્નાનાદિ કરાવીને સુંદર વસ્ત્રો પરિધાન કરાવ્યાં. રત્નજટી આવી ગયો. તેણે કહ્યું:
હવે ભોજન કરી લઈએ. આજે તો બહેનની સાથે જ ભોજન કરીશ” “ના, ભાઈને ભોજન કરાવીને પછી બહેન ભોજન કરશે...” સુરસુંદરી બોલી.
એવું બને કંઈ? આજે પહેલવહેલી બહેન ભાઈને ઘરે આવી છે. મારી મોંઘેરી મહેમાન છે તું! તારા પહેલાં હું ભોજન ન કરી શકું!”
ભાઈના ઘરમાં બહેન મહેમાન ન હોય! મહેમાન તો પરાયા હોય.. હું ઘરની જ કહેવાઉં!”
જીત સુરસુંદરીની થઈ! તેણે રત્નજીને ભોજન કરાવ્યું અને પછી ચાર ભાભી-રાણીઓ સાથે બેસીને તેણે ભોજન કર્યું. રાણીઓએ ખૂબ આગ્રહ કરીને સુરસુંદરીને ભોજન કરાવ્યું.
રત્નજીએ પોતાની રાણીઓને કહ્યું: “બહેન ભલે અહીં મહેમાનરૂપે ન રહે. પરંતુ તમે એને થોડા દિવસની જ મહેમાન માનજો! બહેન સાથે જે વાતો કરવી હોય, બહેનને જેટલો સ્નેહ આપવો હોય... બહેન પાસેથી જે ધર્મનું જ્ઞાન મેળવી લેવું હોય... મેળવી લેજો. તમે સુશીલ છો. વધારે શું કર્યું? બહેનનું મન પ્રસન્ન અને પ્રફુલ્લિત રહે... એ રીતે એની કાળજી રાખજો..”
For Private And Personal Use Only