________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેન, આપણું વિમાન સુરસંગીતનગરની ઉપર આવી ગયું છે. હું હવે વિમાનને નીચું ઉડાડીશ. તને મારા સુંદર નગરનાં દર્શન કરાવીશ!'
રત્નજટીએ સુરસુંદરીને નગર-દર્શન કરાવ્યું. સુરસુંદરીએ પ્રસન્નતા વ્યક્ત કરી, સાચે જ સુરસંગીતનગર રમણીય હતું. વિશાળ અને સ્વચ્છ રાજમાર્ગો.. એક સરખાં ભવ્ય મહાલયો... ઉત્તુંગ સ્તૂપો ગગનસ્પર્શી મંદિરો અને એનાં ધવલ શિખરો... વિશાળ અને રમણીય ઉદ્યાનો. નગરની ચારે દિશાઓમાં કલાત્મક પ્રવેશદ્વારો.. રત્નજ ટીએ નગરના બાહ્ય ઉદ્યાનામાં વિમાન ઉતાર્યું.
બહેન, હવે આપણે રથમાં બેસીને નગરમાં પ્રવેશ કરીશું. મારા નગરવાસીઓ તારાં દર્શન કરીને... મારી ભગિનીનાં દર્શન કરીને આનંદવિભોર બની જશે.'
ના... ના, એવું ન કરશો.. મારામાં એવી કોઈ જ વિશેષતા નથી કે લોકો મારાં દર્શન કરે. હું તો એક તુચ્છ સંસારી નારી છું... અનંત દોષોથી ભરેલી...” સુરસુંદરી શરમાઈ ગઈ.
એ તારું આંતરુ-ચિંતન છે બહેન! પૂજ્ય ગુરુદેવે જેને “મહાસતી', સન્નારી કહી છે... તે મારે મન મહાન છે.. ઉત્તમ છે...'
રત્નજડિત સુવર્ણ-રથ હાજર થઈ ગયો હતો. રત્નજી સ્વયં સારથિની પાસે બેઠો અને અંદર સુરસુંદરીને બેસાડી. રથ નગરના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ્યો. સુરસુંદરી આશ્ચર્યચકિત થઈ ગઈ...
નગરના રાજમાર્ગો શણગારેલા હતા! એક-એક મહાલયનાં દ્વારે તોરણો બંધાયેલાં હતાં અને હજારો સુંદર સ્ત્રી-પુરુષો રાજમાર્ગો પર ઊભા રહી.. હાથ ઊંચા કરી. રત્નજીનો જયજયકાર કરી રહ્યા હતા. સુરસુંદરી સમજી ગઈ કે વિમાનમાંથી જ રત્નજીટીએ વિદ્યાશક્તિથી નગરમાં સંદેશ મોકલી દીધો છે! તેના મનમાં રત્નજટી પ્રત્યે આદર વધ્યો.
પ્રજાજનો સુરસુંદરીનું પણ અભિવાદન કરે છે. સુરસુંદરી બે હાથ જોડી, મસ્તક નમાવી પ્રતિ-અભિવાદન કરે છે. આકાશમાંથી ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ થઈ રહી છે. સુરસુંદરીના નામનો જયઘોષ થાય છે..
For Private And Personal Use Only