________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રીત કિયે દુઃખ હોય
રાણી મારા પર રીઝી જશે...' આમ વિચારીને તેણે રાણીને કહ્યું:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો તારો પોપટ હમણાં જ સજીવન થઈ જશે... પરંતુ ત્યાં સુધી મારો દેહ નિષ્પ્રાણ બનીને પડ્યો રહેશે... તું એને જાળવજે... એકાદ પ્રહર પછી પાછો હું મારા દેહમાં આવી જઈશ...'
‘ઓહ... સ્વામીનાથ! તમે પોતે જ આ ચમત્કાર કરશો? ગજબ કહેવાય...’
કૂબડાએ રાજાનો દેહ છોડ્યો અને પોપટના દેહમાં પ્રવેશ કરી દીધો... પોપટ સજીવન થઈ ગયો... રાણી પ્રસન્ન થઈ ગઈ... પોપટને રમાડતી રમાડતી તે બીજા ખંડમાં ચાલી ગઈ.
૧૫૧
મહામંત્રી સાચા રાજાને લઈને તુરત રાણીના ખંડમાં આવી ગયો. રાજાએ તુરત જ મંત્ર-સ્મરણ કર્યું અને પોતાના દેહમાં પ્રવેશ કરી દીધો...! રાજાએ મહામંત્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો.
મહામંત્રીએ રાણી પાસેથી પોપટને લઈને મારી નાંખ્યો.
રાણીને પોતાનો સાચો રાજા મળી ગયો... રાજાને સાચી બુદ્ધિ મળી ગઈ. ‘ભાઈ, તમે તો અતિ રસમય-બોધક વાર્તા કહી! મને ખૂબ ગમી. હું મારી. મારા જીવનની કોઈ પણ વાત મારી ભાભીઓને નહીં કહું. વિશ્વાસ રાખજો.'
‘આપણું વિમાન વૈતાઢચ પર્વત પર ઊડી રહ્યું છે! જો નીચે, વિદ્યાધરોનાં હજારો નગરો દેખાય છે.’
0
સુરસુંદરીએ નીચે જોયું. વિદ્યાધરોની અદ્ભુત દુનિયા નિહાળી. ‘આપણું નગર ક્યાં?’
‘બસ, હવે સુરસંગીતનગરના બાહ્ય પ્રદેશમાં જ વિમાનને ઉતારું છું!' ‘સીધું મહેલની અગાસીમાં જ ઉતારો ને! ભાભીઓ આશ્ચર્ય પામશે!' ‘ના, ના, મારી મહાન ગિનીનો ભવ્ય નગરપ્રવેશ કરાવીશ! ફરી આ બહેન ક્યારે મારા નગરને પાવન કરવાની છે?'
સુરસુંદરી શરમાઈ ગઈ.
O
For Private And Personal Use Only