________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૨
પ્રીત કિયે દુ:ખ હોય
શ્રીદત્ત પરદેશ ગયો.
સુરદત્ત પ્રતિદિન શ્રીમતી પાસે જવા લાગ્યો. શ્રીમતી જે કામ બતાવતી હતી તે પ્રસન્નચિત્તે કરતો હતો. શ્રીમતી પાસે બેસતો હતો, વાતો પણ કરતો... એમ કરતાં એક દિવસ શ્રીમતીના રૂપમાં તે મુગ્ધ બન્યો. તેના ચેનચાળા વધવા લાગ્યા. એક દિવસ સાંકેતિક શ્લોકમાં તેણે શ્રીમતી આગળ પ્રેમની યાચના કરી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
काले प्रसुप्तस्य जनार्दनस्य मेघांधकाराषु च शर्वरीषु । मिथ्या न वक्ष्यामि विशालनेत्रे! ते प्रत्ययाय प्रथमाक्षरेषु ।।
‘હે વિશાળ નેત્રવાળી સ્ત્રી! મેઘથી અંધકારવાળી ચોમાસાની રાત્રીમાં ‘હું તને ઇચ્છું છું.' તે હું જૂઠું નથી કહેતો, પ્રતીતિ માટે શ્લોકના ચારે પાદના પ્રથમ અક્ષરોથી `ગનેમિ તે મેં જણાવ્યું છે.’
શ્રીમતી ચેતી ગઈ! એ પણ વિદુષી હતી. તેણે પણ સાંકેતિક શ્લોકમાં પ્રત્યુત્તર આપ્યો.
नेह लोके सुखं किचित् च्छादितस्यांहसा भृशम् । मितं च जीवितं नृणां तेन धर्मे मतिं कुरु ।।
‘હે પુરોહિત, આ લોકમાં પાપથી અત્યંત આચ્છાદિત થયેલા માનવીને થોડું પણ સુખ હોતું નથી. મનુષ્યનું જીવન ક્ષણભંગુર છે. માટે ધર્મમાં જ બુદ્ધિ રાખ.’ શ્લોકના ચાર પાદોના પ્રથમ અક્ષરો 'નૈચ્છામિ તે થી ‘હું' તને ઇચ્છતી નથી' એમ જવાબ આપી દીધો.
એ દિવસે તો પુરોહિતે ચાલ્યો ગયો. પરંતુ તેણે પોતાના મનમાં નિર્ણય કર્યો કે કોઈ પણ રીતે શ્રીમતીને વશ કરવી. શ્રીમતીએ પોતાના મનમાં નિર્ણય કર્યો કે કોઈ પણ ભોગે પુરોહિતને વશ ન થવું!
બીજા દિવસે તો પુરોહિત નિર્લજ્જ બનીને શ્રીમતી પાસે ભોગ-પ્રાર્થના કરી. શ્રીમતીએ એને ખૂબ સમજાવ્યો પણ તે શ્રીમતીના પગમાં પડી ગયો... શ્રીમતીએ એક યોજના પોતાના મનમાં ઘડી કાઢી અને એને કહ્યું: ‘આજે રાત્રે પહેલા પ્રહરમાં આવજે...’
પુરોહિત નાચી ઊઠ્યો... રાજી થઈને પોતાના ઘરે ગયો. શ્રીમતીએ શણગાર સજ્યા અને નગ૨ના સેનાપતિ ‘ચન્દ્રધવલ’ પાસે ગઈ. સેનાપતિને કહ્યું: ‘મારા પતિનો મિત્ર સુરદત્ત પુરોહિત મારા પ્રત્યે રાગી બન્યો છે... ને મારા પર બળાત્કાર કરવા તૈયાર થયો છે... તો તમે મને બચાવો...’
For Private And Personal Use Only