________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४४
પ્રીત કિયે દુઃખ હોય એ ધર્મના જ પ્રતાપે આજે હું આ દિવ્ય સુખ પામી છું ને! નહીંતર મારા જેવી સામાન્ય સ્ત્રીના ભાગ્યમાં નંદીશ્વર દ્વીપની યાત્રા હોય ખરી?
અને મને ક્યા ધર્મના પ્રતાપે આવી શીલવંતી બહેન મળી?'
તમારા પિતાજીના તમને મળેલા ઉચ્ચ કોટિના સંસ્કાર તે શું નાનોસૂનો ધર્મ છે?'
“વ્હાલી બહેન, પિતા-મુનિરાજ માત્ર ઘોર તપસ્વી જ નહીં. વિશિષ્ટ જ્ઞાની મહાત્મા છે. અવારનવાર તેઓનાં દર્શન કરીને, તેમનો ધર્મોપદેશ સાંભળીને તૃપ્તિ અનુભવું છું.'
તમે ખરેખર મહાન પુણ્યશાળી છો ભ્રાતા! આવા શાશ્વત તીર્થની અનેકવાર યાત્રા કરવાનો પુણ્ય અવસર તમને મળે છે... અને પિતા મુનિરાજનાં દર્શનવંદન કરવાના તમારા હૈયે ભાવ જાગે છે! આવા ઉત્તમ પુરુષોના દર્શન માત્રથી જીવનમાં પાપ નાશ પામે છે. આવા નિષ્કારણ વત્સલ મહાત્માઓના બે શબ્દ પણ મનુષ્યની જ્ઞાનદૃષ્ટિ ખોલી નાંખતા હોય છે.'
તો હવે આપણે એ મહાત્માનાં ચરણોમાં જઈએ?' હા, એમનાં દર્શન-વંદન કરી પાવન થઈએ....' બંને વિમાનમાં ગોઠવાઈ ગયાં. વિમાન ઊડ્યું અને એક અત્યંત રમણીય ભૂમિભાગ પર ઊતર્યું. સૃષ્ટિનું શ્રેષ્ઠ સૌન્દર્ય જાણે આ ભૂમિ પર જ હતું.
જેવું સૌન્દર્ય હતું તેવું જ પવિત્રતાથી મઘમઘ થતું ત્યાંનું વાતાવરણ હતું. ત્યાંની હવામાંથી વૈરાગ્યની સુવાસ આવતી હતી. “કેવું અદ્ભુત સ્થળ છે આ!” સુરસુંદરી બોલી ઊઠી.
એના કરતાંય વધુ અભુત થશે મુનિરાજનાં દર્શન રત્નજટી સુરસુંદરીને લઈ, મુનિરાજ જે પર્વતગુફામાં હતા ત્યાં ચાલ્યો. સુરસુંદરી માટે સુખનો અરુણોદય થઈ ગયો હતો.
0
0
0
For Private And Personal Use Only