________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌમ્ય મુખાકૃતિ!” સંયમસુવાસિત દેહયષ્ટિ! તપના તેજથી તગતગતી આંખો! દિવ્ય પ્રભાવનાં અજવાળાં પાથરતું આભામંડલ!
મણિશંખ મુનિરાજનાં દર્શન કરી સુરસુંદરીનાં નયનો વિસ્ફારિત થઈ ગયાં. હૃદયકમળ ખીલી ઊડ્યું.
રત્નજી અને સુરસુંદરીએ વિધિવત્ વંદના કરી, બંને મુનિરાજની સામે વિનયપૂર્વક બેસી ગયાં. મુનિરાજે “ધર્મલાભ” નો ગંભીર સ્વરે આશીર્વાદ આપ્યો. બે ક્ષણ આંખો બંધ કરી... અને અમૃત જેવી મધુર વાણી વહેવા માંડી.
મહાનુભાવ, આ માનવનો અવતાર ધર્મપુરુષાર્થ કરીને સફળ કરી લેવો જોઈએ. તમને પાંચ પ્રકારનો ધર્મપુરુષાર્થ બતાવું છું કે જે સર્વજ્ઞ વીતરાગે કહેલો છે.
દાન, દયા, દેવપૂજા, દમ અને દીક્ષા - આ પાંચ પ્રકારનો ધર્મપુરુષાર્થ કરનાર મનુષ્ય સુખ-શાંતિ પામે છે. આત્માને પાવન કરે છે અને અંતે નિર્વાણને પામે છે.”
આ ધર્મપુરુષાર્થ મનુષ્ય ત્યારે જ કરી શકે... જ્યારે અપ્રમત્ત બને. પ્રમાદને પરિહરે. વિષયોપભોગ અને કષાય-પરવશતા-આ બે મોટા પ્રમાદ છે.. પ્રમાદ આત્માનો મોટામાં મોટો દુશ્મન છે.
જિનેશ્વર ભગવંતોએ દાન, શીલ, તપ અને ભાવ - આ ચાર પ્રકારનો પણ ધર્મપુરુષાર્થ બતાવ્યો છે. આ ચતુર્વિધ ધર્મ ગૃહસ્થજીવનનો શણગાર છે. તેમાંય “શીલધર્મ' તો મહાન ધર્મ છે. હે રત્નજટી, સુરસુંદરીની જેમ શીલધર્મનું પાલન કરનાર મનુષ્ય પરમ સુખને પ્રાપ્ત કરે છે.”
‘ગુરુદેવ, એ સુરસુંદરી કોણ? “વત્સ, એ ગુણવતી નારી તારી પાસે બેઠી છે!' રત્નજીટી ક્ષણભર સ્તબ્ધ થઈ ગયો... ગુરુદેવના મુખે પ્રશંસાયેલી સુરસુંદરીને
For Private And Personal Use Only