________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
પ્રીત કિયે દુઃખ હોય
નિરહંકાર-મલક્ષ! તું, સાદિનાન્ત! ગતગર્વ! કર્માષ્ટક-કલપંક્તિભિતુ! વીર્યાનન્ત! પસન્થ!
અકલામલ! નિષ્કલંકી તાત નૌમિ પ્રલબ્ધમહત્યા સુરસુંદરીએ વિધિવત્ ભાવપૂજા કરી. ચારે જિનમંદિરોમાં જઈ તેણે પોતાનાં નયન સફળ કર્યા. પોતાની જિલ્લા પવિત્ર કરી.
ત્યાંથી વિમાનમાં બેસી દધિમુખ પર્વતો પર જઈને સોળ જિનમંદિરોની યાત્રા કરી. સુરસુંદરીનો હર્ષ... ઉમંગ... આનંદ નિરંતર વધી રહ્યો હતો.
રતિકર પર્વત ઉપરનાં બત્રીસ જિનમંદિરોની યાત્રા કરી. સુરસુંદરી કૃતાર્થતા અનુભવવા લાગી. વિમાન પાસે આવી તેણે રત્નજરીને કહ્યું: ‘ભાઈ, આજે હું એમનો ઉપકાર માનું છું...” એમનો એટલે કોનો?” જે મારો યક્ષદ્વીપ પર ત્યાગ કરી ગયા. તેમનો!” “ઓહો, અમરકુમારનો?”
‘હા, જો મારો ત્યાગ ન કરી ગયા હોત તો તમે ક્યાંથી મળત? અને તમે ન મળત તો નંદીશ્વર દ્વીપની યાત્રા કરવાનું પરમ સૌભાગ્ય મને ક્યાંથી પ્રાપ્ત થાત?” “બહેન, જે થાય તે સારા માટે! એવું જ્ઞાની પુરુષોએ નથી કહ્યું?'
કહ્યું છે, પરંતુ સારું નથી બનતું ત્યાં સુધી.. જે અધીરતા રહે છે. તે જીવ પાસે ન કરવાના વિચારો કરાવે છે. યક્ષદ્વીપ છોડ્યા પછી એક પછી એક જે જે ઘટનાઓ મારી આસપાસ બની... તે કેટલી બધી દુ:ખદ હતી? કેટલી બધી ભયાનક હતી? એ વખતે હું વિચારી જ ન શકી કે “જે થાય તે સારા માટે!” મારા પતિએ મારો ત્યાગ કરીને મને દુઃખના દરિયામાં જ ધકેલી દીધી. એમ જ મને લાગ્યું હતું.'
કારણ કે તે સુખ કરતાં શીલને મૂલ્યવાન ગયું છે, તે આદર્શનિષ્ઠ નારી છે.... કોઈ ને કોઈ મહાન આદર્શને હૃદયસ્થ કરીને એ મુજબ જીવન જીવનારને અનેક આપત્તિઓનો સામનો કરવો જ પડે છે. જો તેં સુખને વહાલું કર્યું હોત તો તને આ કષ્ટો પડત ખરાં? શું ધનંજય તને સુખ આપવા તૈયાર ન હતો? શું ફાનહાન તને સર્વસ્વ સમર્પિત કરવા તૈયાર ન હતો? શા માટે તેં એ બધાને તિરસ્કારી કાઢ્યા? તારા મનમાં સુખની સ્પૃહા કરતાં શીલધર્મની રક્ષાનો વિચાર પ્રબળ છે.”
For Private And Personal Use Only