________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુ:ખ હોય
૧૪૨
‘એવું ન બોલ બહેન, આ કોઈ ઉપકાર નથી. મારું કર્તવ્ય બજાવું છું.’ સુરસુંદરી હર્ષથી ગદ્ગદ્ થઈ ગઈ. રત્નજટી ત૨ફ અહોભાવથી તેણે જોયું. ‘નંદીશ્વર દ્વીપ આવી ગયો! હું વિમાનને નીચે ઉતારું છું.' રત્નજટીએ વિમાનને નીચે ઉતાર્યું અને એક સ્વચ્છ ભૂમિભાગ ૫૨ સ્થિર કર્યું.
રત્નજટી અને સુરસુંદરી-બંને વિમાનમાંથી નીચે ઊતર્યાં. રત્નટીએ સુરસુંદરીને પૂછ્યું.
‘બહેન, તારી ઇચ્છા શી છે? પહેલાં જિનમંદિરોની યાત્રા કરવી છે કે પહેલાં ગુરુદેવ મણિશંખ મુનિરાજનાં દર્શન કરવા છે?’
‘પહેલાં શાશ્વત જિનમંદિરોને જુહારીએ... શાશ્વત જિન-પ્રતિમાઓનાં દર્શનપૂજન કરીએ... અને પછી ગુરુદેવનાં ચરણે જઈએ.’
અહીં કુલ બાવન જિનમંદિરો છે. ‘અંજનગિરિ' પર ચાર જિનમંદિર છે. ‘દધિમુખ’ પર્વતો પર સોળ છે. ‘રતિકર’ પર્વતો ઉપર બત્રીસ જિનમંદિરો છે.’ ‘તમે કહ્યું તે સત્ય છે. હવે હું એ જિનમંદિરોની લંબાઈ-પહોળાઈ અને ઊંચાઈ કહું?'
'se...'
જિનમંદિરો સો યોજન લાંબાં છે, પચાસ યોજન પહોળાં છે અને બોંતેર યોજન ઊંચાં છે!’
‘તદ્દન સાચું બહેન! તારું શ્રુતજ્ઞાન સત્ય છે... હવે આપણે વિમાનમાં જ તે બધાં પહાડો પર જઈએ. પહેલાં અંજનિગિર પર તને લઈ જાઉં!'
બંને વિમાનમાં બેસી ગયા. થોડી ક્ષણોમાં જ અંજનગિરિ પર પહોંચી ગયાં. અંજનિંગર પરનાં અતિ ભવ્ય અને મનોહર જિનમંદિરો જોઈ સુરસુંદરી રોમાંચિત થઈ ગઈ.
વિધિપૂર્વક તેણે જિનમંદિરોમાં પ્રવેશ કર્યો... શાશ્વત જિનપ્રતિમાનાં દર્શન કર્યાં... તેની આંખો હર્ષનાં આસુંથી છલકાઈ ગઈ... અનિમેષ નયને તે જિનેશ્વર ભગવંતને નિહાળી જ રહી.
મધુર, અર્થગંભીર અને ભાવભરપૂર શબ્દોમાં તેણે સ્તવના આરંભી: વિશ્વાધાર! જિનેસરૂ! નિર્ભય! પરમાનન્દ!
રૂપાતીત! રસાતીત! વર્ણાતીત! જિણંદ! સ્પર્શ-ક્રિયાતીતં નમો! સંગવિવર્જિત સર્વ!
For Private And Personal Use Only