________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુખ હોય
૧૩૭ તે ગાઢ નિદ્રામાં લીન હતી.
ત્યાં એક વિરાટકાય પક્ષી આવ્યું અને સુરસુંદરીની પાસે જ બેઠું. એ ભાખંડ પક્ષી હતું.
ભારડ પક્ષીને ઉદર એક હોય, ગ્રીવા બે હોય, કાન અને આંખો ચાર-ચાર હોય, પગ ત્રણ હોય! વાણી મનુષ્યની હોય અને મન એક હોય!
ભારંડ પક્ષીએ સુરસુંદરીને જોઈ. એણે મૃતદેહ સમજીને પોતાની વિશાળ ચાંચમાં એને પકડી.. અને એ આકાશમાં ઊડ્યું...
જેમ જેમ ભાખંડ આકાશમાં ઊંચે ચઢવા માંડ્યું તેમ તેમ હવા ઠંડી થતી ગઈ... ઠંડી હવાના સ્પર્શથી સુરસુંદરી જાગી ગઈ... તેણે પોતાની જાતને ભારંડના મુખમાં સપડાયેલી જોઈ... તે ચિત્કાર કરી ઊઠી... છૂટવા માટે પ્રયત્ન કરવા માંડ્યો...
ભારંડ પક્ષીએ જાણ્યું કે “આ મૃતદેહ નથી, જીવંત સ્ત્રી છે..” એણે પોતાની ચાંચ પહોળી કરી..
સુરસુંદરી આકાશમાં ફંગોળાઈ ગઈ... એ જ વખતે આકાશમાર્ગે એક વિમાન પસાર થતું હતું. વિમાનચાલકે આકાશમાં આ દૃશ્ય જોયું... સરસુંદરીને ભારડની પક્કડમાંથી છૂટીને નીચે પડતી જોઈ... એટલે વિમાનચાલકે પોતાના વિમાનમાં સુરસુંદરીને ઝીલી લીધી.
સુરસુંદરી વિમાનમાં પડતાં જ સૂધબૂધ ગુમાવી બેઠી. વિમાનચાલકે ઉપચાર કરીને તેને જાગ્રત કરી. જાગીને જોયું તો સામે જ એક ખૂબ સુંદર યુવાન! એ ચોંકી, સાવધાન થઈ ગઈ. અને વિમાનમાંથી કૂદી પડવા તૈયાર થઈ. વિમાનચાલકે એને પકડી લીધી... “મને રોકો નહીં, મારે જીવવું નથી... મને મરી જવા દો...' તું કોણ છે? તારો પરિચય શું છે? અને તારે શા માટે મરી જવું છે?' “એ બધું જાણીને તમે શું કરશો? હું જાણું છું તમે મને તમારી પત્ની કરવાની વાત કરશો... પણ એ વાત કોઈ કાળે નહીં બની શકે... તમારા જેવા પુરુષો મને પહેલાં પણ મળ્યા છે...”
“બહેન, હાથની પાંચ અંગુલી સરખી નથી હોતી... તેમ દુનિયામાં બધા પુરુષો એવા કામી-વિકારી ને લંપટ નથી હોતા. હું તમને મારી બહેન માનું છું. તું મને તારો ભ્રાતા માન. અને તારો પરિચય આપ... હું તને સહાયક બનવા ઇચ્છું છું... તારા દુ:ખને દૂર કરવા પ્રયત્ન કરીશ.”
For Private And Personal Use Only