________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
પ્રીત કિયે દુઃખ હોય નહીંતર હું મરી જ જાત... જાઓ માતા, તમારે જ્યાં જવું હોય ત્યાં.. તમે મહાસતી છો...”
રાત્રિનો ત્રીજો પ્રહર પૂર્ણ થયો હતો. ચોથો પ્રહર શરૂ થઈ ગયો હતો. ચંદ્રોદય પણ થયો હતો. સુરસુંદરી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પલ્લીમાંથી નીકળી ગઈ અને જંગલના માર્ગે આગળ વધી ગઈ.
એના શરીરમાં સ્કૂર્તિ આવી ગઈ હતી. તેની કલ્પનામાંથી શાસનદેવી ખસતાં ન હતાં. શ્રી નવકારમંત્રના અચિંત્ય પ્રભાવનો પ્રત્યક્ષ અનુભવ કરીને તે હર્ષવિભોર બની ગઈ હતી.
અને પેલો પલ્લીપતિ? જ્યારે.. એના સાથીદાર તસ્કરો પલ્લીમાં આવ્યા ત્યારે એમના પર ગુસ્સે થઈ ગયો!
દુષ્ટો, તમે કોને અહીં લઈ આવ્યા હતા, તે જાણો છો?' તસ્કરો તો પલ્લીપતિનું રૌદ્ર રૂપ જોઈને જ ડઘાઈ ગયા... “એ તો સાક્ષાત્ જગદંબા હતાં... તમારા પાપે આજે હું જીવતો ન હોત... પાપીઓ, હવે ક્યારેય પણ કોઈ સ્ત્રીને હેરાન કરશો નહીં.. એનું શીલ લૂંટશો નહીં. નહીંતર તમને એક એકને મારીને ધરતીમાં દાટી દઈશ.'
તસ્કરોએ પલ્લી પતિની આજ્ઞા શિરોધાર્ય કરી. પલ્લીપતિએ બનેલી ઘટના કહી સંભળાવી ત્યારે તસ્કરો ધ્રુજી ઊઠ્યા. તેમણે પ્રતિજ્ઞા કરી: “હવેથી કોઈ પણ સ્ત્રી સામે નજર નહીં કરીએ.”
સુરસુંદરીએ પ્રભાત-સમય સુધી ચાલ્યા કર્યું. તે એક વિશાળ સરોવરની પાસે પહોંચી. સરોવરની પાળ પર ચઢીને જોયું તો સરોવર નિર્મળ જળથી ભરેલું હતું. પાણીમાં કલહસો તરી રહ્યા હતા.
સુંદરીને તૃષા લાગી હતી. તેણે જલપાન કર્યું.
તે ખૂબ જ શ્રમિત થઈ હતી. કિનારા પરના વૃક્ષની છાયામાં એણે જમીન પર જ લંબાવી દીધું. થોડી ક્ષણોમાં જ એ નિદ્રાધીન થઈ ગઈ.
શાસનદેવીનાં પ્રત્યક્ષ દર્શન થયા પછી સુરસુંદરીએ અનુમાન કર્યું હતું કે હવે મારા દુઃખના દિવસો પૂરા થયા હોય, એમ લાગે છે. પુણ્યના ઉદય વિના દેવનાં દર્શન ન થાય.” આ અનુમાને સુરસુંદરીના હૈયે આશા, ઉમંગ અને આનંદ ભરી દીધાં હતાં. તે આશ્વસ્ત થઈ ગઈ હતી. હવે મને શીધ્ર પતિનું મિલન થવું જોઈએ.”
For Private And Personal Use Only