________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રીત કિયે દુઃખ હોય
‘હું શું કરીશ... તે તારે જાણવું છે?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
‘હા... હા... હા... અહીં હું ધારું તે કરી શકું છું... સીધી રીતે જો વશ નહીં થાય તો ધડ પરથી માથું જુદું કરી નાખીશ... સમજી ?’
‘એ ભય કોઈ કાયરને બતાવજે... ઉઠાવ તારી તલવાર અને કરી દે પ્રહાર!'
‘એમ? એટલી તારી હિંમત?’
‘હા, વિલંબ ન કર... ઉઠાવી લે તારી તલવાર...'
પલ્લીપતિનો રોષ ભભૂકી ઊઠ્યો. તેણે તલવાર ઉઠાવી અને સુરસુંદરી તરફ ધસ્યો.
સુરસુંદરી શ્રી નવકારમંત્રના ધ્યાનમાં લીન બની હતી. એની આસપાસ તીવ્ર પ્રકાશનું વર્તુળ રચાઈ ગયું હતું... અને એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ......
પલ્લીતિ ડઘાઈ ગયો... ઉગામેલી તલવાર આકાશમાં જ સ્થિર થઈ ગઈ. દિવ્ય આકૃતિ આગળ વધી... પલ્લીપતિની છાતી પર તીવ્ર પ્રહાર કર્યો... અને દિવ્ય વાણી થઈ.
‘દુષ્ટ! મહાસતી પર તું પ્રહાર કરવા માગે છે? તારા પ્રાણ લઈ લઈશ...’
પલ્લીપતિ જમીન પર પછડાઈ પડ્યો... તેની તલવાર દૂર ફંગોળાઈ ગઈ... તેના મુખમાંથી લોહી વહેવા માંડ્યું. શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું. તેની આંખો પહોળી થઈ ગઈ... ભય... ત્રાસ... અને વેદનાથી તે ચીસ પાડી ઊઠ્યો...
‘મને બચાવો... મને બચાવો... હું તમને મારી માતા માનું છું...'
દેવીએ સુરસુંદરીના માથે હાથ મૂક્યો... સુરસુંદરી તો નવકારમંત્રના ધ્યાનમાં લીન હતી! માથે દેવીનો દિવ્ય સ્પર્શ થતાં તેની આંખો ખૂલી... શાસનદેવીને પ્રત્યક્ષ જોઈને હર્ષવિભોર થઈ ગઈ... તેણે મસ્તક નમાવી પ્રણામ કર્યાં ને દેવી અદશ્ય થઈ ગયાં.
સુરસુંદરીએ પલ્લીપતિને જોયો. તે ભયથી ધ્રૂજી રહ્યો હતો. તેના મુખમાંથી લોહી ટપકતું હતું... ઊભા થવાની પણ તેનામાં શક્તિ રહી ન હતી. તે બોલ્યો.
For Private And Personal Use Only
‘ક્ષમા કરો માતા... મારી મોટી ભૂલ થઈ ગઈ... હું તમને ઓળખી ન શક્યો... તમે તો સાક્ષાત્ જગદંબા છો. તમારી કરુણાથી હું જીવતો રહ્યો...