________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
પ્રીત કિયે દુઃખ હોય સુરસુંદરીએ કહ્યું: “પહેલાં તમે વિમાનને આકાશમાં થોભાવી દો અથવા જમીન પર ઉતા, પછી હું તમને મારો પરિચય આપું.' વિમાનચાલકે આકાશમાં જ વિમાનને સ્થગિત કરી દીધું. સુરસુંદરીએ પોતાની અથથી ઇતિ સુધીની વાતો કહી દીધી.
વિમાનચાલકે એકાગ્રતાપૂર્વક..., સહાનુભૂતિપૂર્વક બધી વાત સાંભળી, તેણે એક મહાસતી જેવી સ્ત્રી બહેનરૂપે મળ્યાનો આનંદ અનુભવ્યો.
સુરસુંદરીએ પૂછ્યું: “તમે કોણ છે? તમારો પરિચય આપો...” “બહેન, હવે હું તને મારો પરિચય આપું છું. વૈતાઢચ પર્વતનું નામ તો તે સાંભળ્યું હશે?'
હા, વૈતાઢ્ય પર્વત પર વિદ્યાધરોનાં નગરો છે.”
તેની ઉત્તરશ્રેણિનો હું રાજા છું. મારું નામ છે રત્નજટી. મારા પિતાનું નામ મણિશંખ અને મારી માતાનું નામ ગુણવતી. મારા પિતાજીએ આ અસાર સંસારનો ત્યાગ કર્યો છે... તેઓએ ચારિત્રધર્મ અંગીકાર કર્યો છે. નંદીશ્વર દ્વીપ પર તેઓ દુષ્કર તપ કરી રહ્યા છે..... સમતાના તો તેઓ સાગર છે. હું તેઓનાં દર્શનવંદન કરવા માટે નંદીશ્વર દ્વીપ પર ગયો હતો... ત્યાંથી પાછા વળતાં. અચાનક મને બહેન સુરસુંદરી મળી ગઈ... પૂર્વજન્મનું અનંત પુણ્ય હોય તો જ આવી બહેન મળે... માટે નિશ્ચિત બનીને તું મારી સાથે નગરમાં ચાલ.. મારે ચાર પનીઓ છે. તે ચારેય મોટા રાજાઓની દીકરીઓ છે. તેઓમાં રૂપરંગ અને રસનો સુમેળ છે.”
“હું આવું તમારી સાથે, પરંતુ મારી એક ઇચ્છા પૂર્ણ કરો તો...'
૦
૦
૦
For Private And Personal Use Only