________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
પ્રીત કિયે દુઃખ હોય “ધીરે બોલ... ભીંતને પણ કાન હોય છે...' સુરસુંદરી વિષાદમુક્ત થઈ ગઈ. તે મદનસેનાની નિકટ જઈને બેસી ગઈ.
જો સાંભળ, હમણાં અહીં મહારાજા આવશે. હું અહીં તારી પાસે બેઠી છું. એટલે તું નિશ્ચિત છે. તેઓને હું મારા ખંડમાં લઈ જઈશ, તેઓ બીજો પ્રહર પૂર્ણ થયા પછી પોતાના શયનખંડમાં ચાલ્યા જશે... ત્યાર પછી હું તારી પાસે આવીશ..
હું તારા ખંડના દ્વાર પર ત્રણ ટકોરા મારીશ. તારે દ્વાર ખોલવાનાં. બહાર નીકળીને ચુપચાપ મારી પાછળ આવવાનું. હું તને આ મહેલના ગુપ્તદ્વારમાંથી બહાર કાઢીશ... ત્યાર પછી કિલ્લાના ગુપ્તારમાંથી બહાર કાઢીશ.. બસ, તે પછી તારે જંગલમાં ખોવાઈ જવાનું... તારો નવકારમંત્ર તારી રક્ષા કરશે...” સુરસુંદરી ગદ્ગદ્ થઈ ગઈ. ત્યાં જ રાજા મકરધ્વજ આવી ગયો. પધારો સ્વામીનાથ!” ‘કેમ, સુરસુંદરી કુશળ છે ને?'
આપની કૃપાદૃષ્ટિ હોય પછી મને કુશળ જ હોય ને? સુરસુંદરીએ મદનસેના સામે જોઈને પ્રત્યુત્તર આપ્યો.'
નાથ, આપની ઇચ્છા સફળ થશે!” શું તેં સુંદરી સાથે વાત કરી લીધી? બધી વાત કરી લીધી... પરંતુ આપે ત્રણ દિવસ ધીરજ રાખવી પડશે...' ઓહો... ત્રણ દિવસ શું, તેર દિવસ ધીરજ રાખી શકું!”
બસ તો, વાત પાક્કી!” હવે પધારો મારા શયનખંડમાં, સુરસુંદરીને હજુ વધુ વિશ્રામની જરૂર છે.”
મકરધ્વજને લઈ મદનસેના પોતાના શયનખંડમાં ચાલી ગઈ. સુરસુંદરીએ પોતાના ખંડનાં દ્વાર બંધ કર્યા.
નવી આફતમાંથી ઊગરી જવાનો આનંદ અનુભવતી સુરસુંદરી પલંગમાં પડી. વિચારવા લાગી – “અહીંથી ક્યાં જઈશ? ફરી પાછી બિહામણા જંગલમાં?”
અસ્વસ્થ મનને પંચપરમેષ્ઠીના ધ્યાનમાં પરોવવાનો પ્રયત્ન કરતી કરતી તે નિદ્રાધાન થઈ ગઈ.
For Private And Personal Use Only