________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
23
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંધારી રાત હતી. બિહામણું જંગલ હતું.
એકલી-અટૂલી સુરસુંદરી અજાણ્યા માર્ગે દોડી રહી હતી. તેને નશ્વર પ્રાણોની ચિંતા ન હતી. તેને ચિંતા હતી પોતાના શીલધર્મની રક્ષાની. પોતાના જીવન પ્રત્યે તે નિઃસ્પૃહ બની ગઈ હતી... તેની તમામ સુખેચ્છાઓ દુઃખોના દાવાનળમાં હોમાઈ ગઈ હતી. તેણે બબ્બે વાર મોતને ભેટવા પ્રયત્ન કર્યો હતો... પરંતુ મોત તેને ભેટતું ન હતું.
થોડો સમય દોડતી... થોડો સમય ચાલતી, સુરસુંદરી એક વિકટ અટવીમાં જઈ ચડી... રાત્રિનો બીજો પ્રહર પૂર્ણ થયો હતો. તે થાકી ગઈ હતી. ‘કોઈ સુરક્ષિત જગા મળે તો વિશ્રામ કરી લઉં...' એમ વિચારતી હતી, ત્યાં એક અવાજ આવ્યો.
‘કોણ છે? જે હોય તે ત્યાં જ ઊભો રહેજે...' દશ-બાર શસ્ત્રધારી તસ્કરો વચ્ચે સુંદરી ઘેરાઈ ગઈ.. તે ધ્રૂજી ઊઠી... એક તસ્કર સુંદરીની નજીક આવ્યો... ધારી ધારીને જોવા માંડ્યો... ને હર્ષથી નાચવા લાગ્યો...
‘અરે મિત્રો, આ તો દેવલોકની પરી છે... પરી!'
તો તો આજે આપણે ચોરી કરવા નથી જવું... આ પરી સાથે જ અહીં
રાત...'
‘ચૂપ મર, આ પરી આપણા માટે નથી... પલ્લીપતિ માટે છે...'
‘તો લઈ ચાલો એને પલ્લીમાં...' તસ્કરોના આગેવાને સુરસુંદરીનો હાથ પકડ્યો... કે સુરસુંદરીએ ઝાટકો મારીને હાથ છોડાવી લીધો. તેણે કહ્યું:
‘હું તમારી સાથે આવું છું. મને અડશો નહીં.'
તસ્કરો નાચતા-કૂદતા, સુરસુંદરીને લઈને પલ્લી તરફ ચાલ્યા. સુરસુંદરીએ માનસિક સ્વસ્થતા મેળવી લીધી હતી. તે નિશ્ચિંત થઈને ચાલતી હતી. જેને મોતનો પણ ભય ન હોય તેને ચિંતા શાની હોય?
પલ્લી આવી ગઈ.
For Private And Personal Use Only