________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
પ્રીત કિયે દુઃખ હોય પર બેઠી. સુરસુંદરી મદનસેના સામે જોઈ રહી. રત્ના ભોજનનો ખાલી થાળ લઈને ખંડમાંથી નીકળી ગઈ હતી.
આપનાં દર્શન કરી મને આનંદ થયો.' સુરસુંદરીએ વાતનો પ્રારંભ કરતાં કહ્યું.
અતિથિની કુશળતા પૂછવા તો આવવું જોઈએ ને? ભલે તે નિરાધાર અબળા હો.. પરંતુ આજે તું રાજમહેલની અતિથિ છે!'
એ આપની ઉદાર દૃષ્ટિ છે.... નહિતર નિરાધાર નારીને કોણ આશ્રય આપે દેવી?”
તારી શિષ્ટ અને મધુર વાણી સાંભળીને હું અનુમાન કરું છું કે તું કોઈ ઊંચા ઘરની સ્ત્રી છો.. કહે, મારું અનુમાન ખોટું નથી ને?”
‘આપ સાચાં છો મહારાણી... મારા પિતા રાજા છે અને મારા પતિ ધનાઢ્ય શ્રેષ્ઠી છે..' “તો પછી તું નિરાધાર કેવી રીતે બની? જો મને કહેવા જેવું હોય તો કહે..”
સુરસુંદરીએ પોતાની સમગ્ર જીવનકથા મદનસેનાને કહી દીધી. સાંભળતાં સાંભળતાં અનેક વાર મદનસેનાએ પોતાનાં આંસુ લૂક્યાં.. સુરસુંદરી પ્રત્યે ખૂબ સહાનુભૂતિ વ્યક્ત કરી.
સુંદરી, નારાં શીલને બચાવવા તે સરોવરમાં ઝંઝાપાત કરી દીધો? ધન્ય છે તારી વીરતાને... શીલરક્ષા માટે તે કેટલાં કષ્ટો સહન કર્યા?. અને તું અહીં કેવા સ્થાનમાં આવી ચઢી છે? મહારાજા તને રાણી બનાવવા ઇચ્છે છે!”
ના, ના, મહારાણી એ કદાપિ નહીં બની શકે.”
એ તો હું સમજી ગઈ છું. તું જીભ કચરીને પ્રાણ ત્યજી દઈશ... પરંતુ રાજાની ઇચ્છાને વશ નહીં જ થાય...”
હવે જીવવાની જ મારી ઇચ્છા નથી રહી... શું કરું? મોત માગવા છતાં નથી આવતું...” “એમ નિરાશ ન થા.. નવકાર મંત્રના પ્રતાપે અવશ્ય પતિનું મિલન થશે...” કેવી રીતે મિલન થશે? હું તો અહીં ફસાઈ ગઈ છું...' “એ ફસામણમાંથી તને હું મુક્ત કરીશ સુંદરી!”
“શું કહો છો દેવી? તો હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભલું. મારા પર કૃપા કરો... મને અહીંથી મુક્ત કરો.”
For Private And Personal Use Only