________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૦
www.kobatirth.org
‘ના, ના, પૂરો વિશ્વાસ છે.’
'તો પછી કહી દો આપના મનની વાત!'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘એને હું રાણી બનાવવા ઇચ્છું છું.'
‘એમાં આટલો બધો સંકોચ શા માટે? રાજાઓનાં અંતેપુરમાં તો અનેક રાણીઓ હોઈ શકે...'
પ્રીત કિયે દુઃખ હોય
‘પણ હજુ એને મેં પૂછ્યું નથી.’
‘એ શા માટે ના પાડે? રાણી થવાનું કઈ સ્ત્રીને ન ગમે?’
આજે નહીં, કાલે એને પૂછીશ...'
‘હા, આજે તો અંદરથી દ્વાર બંધ કરીને સૂઈ ગઈ છે.’ તો હમણાં હું જાઉં છું..
રાજાએ સુરસુંદરીના ખંડનાં બંધ દ્વાર જોયાં... ને એ ચાલ્યો ગયો.
મદનસેનાનું મન ધૂંધવાઈ ઊઠ્યું. 'શું હું એટલી મૂર્ખ છું કે મારા માથે શોક્યને બેસવા દઉં? કદાપિ નહીં, મહારાજા એને મળે એ પૂર્વે હું એને મળીશ.. એના મનની વાત જાણીશ.'
સંધ્યાકાલીન ભોજનનો સમય થઈ ગયો. પરિચારિકા સુરસુંદરી માટે ભોજનનો થાળ લઈને આવી. દરવાજો ખખડાવ્યો. સુરસુંદરી જાગી ગઈ. દ્વાર ખોલ્યું.
‘મેં આપના વિશ્રામમાં ખલેલ પહોંચાડી, નહીં? ક્ષમા કરજો. ભોજનનો સમય થયો હતો એટલે...’
For Private And Personal Use Only
‘મેં પર્યાપ્ત વિશ્રામ કરી લીધો છે. મને કોઈ જ ખલેલ નથી પહોંચી.’ સુરસુંદરીએ શાંતિથી ભોજન કરી લીધું. તેણે પરિચારિકાને પૂછ્યું:
‘તારું નામ તો મેં પૂછ્યું જ નહીં... તું ખૂબ સારી પરિચારિકા છે.. તું મારા જેવી અપરિચિતા સાથે પણ મીઠો વ્યવહાર રાખે છે...’
પોતાની પ્રશંસા સાંભળીને પરિચારિકા શરમાઈ ગઈ. તે બોલી:
‘મારું નામ રત્ના છે.’
‘રત્ના, મહારાણીનું નામ શું છે?'
‘એ નામ હું જ બતાવું છું, સુરસુંદરી!' મદનસેનાએ ખંડમાં પ્રવેશ કરી દીધો હતો. પરિચારિકા ઊભી થઈ ગઈ.
મારું નામ મદનસેના છે, સુંદરી! મુખ પર સ્મિત રેલાવતી મદનસેના પલંગ