________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
પ્રીત કિયે દુઃખ હોય બનશે. તે રૂપવતી છે. લાવણ્યમયી છે. રાજાનું મન હરી લેશે.. ધીરે ધીરે હું અણમાનીતી બની જઈશ. મારું સર્વસ્વ લૂંટાઈ જશે. ના, ના, હું આ સ્ત્રીને અહીં નહીં રહેવા દઉં..” રાજા મકરધ્વજ વિચારે છે.
મારું ભાગ્ય તેજ છે! સહજતાથી કેવી સુંદર નારી મળી આવી! દુનિયામાં શોધવા જાઉં તોય ન મળે આવું સ્ત્રી-રત્ન કેવું અદ્ભુત રૂપ છે.. કેવાં સુગઠિત અંગોપાંગ છે.! સાક્ષાત્ કામદેવે જ જાણે આ સ્ત્રીને ઘડી છે. આની આગળ મદનસેના તો દાસી થવા પણ યોગ્ય નથી... હું સુરસુંદરીને પટરાણી બનાવીશ..”
રાજા સુરસુંદરીને મળવા અધીરો બની ગયો. અંતેપુરમાં ગયો. મદનસેનાએ ક-સમયે રાજાને અંતેપુરમાં આવેલો જોઈ આશ્ચર્ય અનુભવ્યું. પરંતુ તુરત તે સમજી ગઈ. તેણે રાજાનું સ્વાગત કર્યું, આવકાર આપ્યો અને પોતાના શયનખંડમાં રાજાને લઈ આવી. રાજાની અસ્વસ્થતા રાણી કળી ગઈ હતી.
કેમ અત્યારે અહીં પધાર્યા સ્વામીનાથ?' ‘અમસ્તો જ આવી ગયો. પેલી સ્ત્રી આવી છે ને. એને કોઈ પ્રતિકૂળતા નથી ને.. એ પૂછવા આવ્યો હતો.' કોણ છે એ સ્ત્રી?'
એક નિરાધાર સ્ત્રી છે. માછીમારોને એક મગરમચ્છના પેટમાંથી જીવતી મળી આવી છે. મને તેઓ ભેટ આપી ગયા છે.”
તો હવે એનું શું કરવાનું છે?' “હજુ એની સાથે કોઈ વાત થઈ નથી..” પણ આપે તો વિચાર્યું હશે ને?' “વિચાર્યું તો છે.. પણ...” મારી આગળ આપ સંકોચ ન કરો.. જે વિચાર્યું છે તે કહો..” કદાચ તને નહીં ગમે...” આપને જે ગમશે તે મને ગમશે..' સાચું કહે છે?' 'તો શું આપને મારા પર વિશ્વાસ નથી?' ‘વિશ્વાસ તો છે.. પણ...” ‘પૂરો વિશ્વાસ નથી! એમ જ ને?'
For Private And Personal Use Only