________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અસહાય રૂપવતી યૌવના! નિરાધાર લાવણ્યવતી લલના!
૨૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કો'ક જ વિરલા પુરુષનાં નયનો એ યૌવનામાં ‘ભગિનીનાં નિર્મળ દર્શન કરે, કો'ક જ મહાપુરુષ એ લલનામાં ‘જનની’નાં પવિત્ર દર્શન કરે અને સહાયક બને, આધાર બને,
રાજા મકરધ્વજની વિકારી આંખો સુરસુંદરીના દેહ પર ફરી રહી હતી. સુરસુંદરીનાં નયન નિમિલિત હતાં.
‘અન્નદાતા, અમે આ નારી આપને ભેટ આપીએ છીએ.' માછીમારોના આગેવાને રાજાને પ્રણામ કરીને કહ્યું:
‘તમે લોકો મારા માટે ઉત્તમ ભેટ લઈ આવ્યા છો. જાઓ, તમને દરેકને એક-એક હજાર સોનામહોરો ભેટ આપવામાં આવે છે.
રાજાએ ભંડારીને આજ્ઞા કરી. ભંડારીએ તુરત જ દરેક માછીમારને હજારહજાર સોનામહોરો આપીને વિદાય કર્યા,
રાજા સુરસુંદરીને લઈને રાજમહેલમાં આવ્યો. પરિચારિકાને બોલાવીને સુંદરીને સ્નાનાદિ કરાવીને સુંદર વસ્ત્રો અને મૂલ્યવાન અલંકારોથી શણગારવાની આજ્ઞા કરી.
પરિચારિકા સુંદરીને સ્નાનગૃહમાં લઈ ગઈ. ‘તમે સ્નાન કરો. હું તમારા માટે વસ્ત્રાલંકારો લઈને આવું છું.’
સુરસુંદરીએ મૌનપણે સ્નાનગૃહમાં પ્રવેશીને સ્નાન કર્યું. પરિચારિકાએ સુંદર વસ્ત્રો આપ્યાં. સુરસુંદરીએ પહેરી લીધાં... અલંકારો ન પહેર્યા. પરિચારિકાએ આગ્રહ કર્યો ત્યારે સુરસુંદરીએ કહ્યું: ‘હું અલંકારો નથી પહેરતી.’ પરિચારિકા એને લઈને રાજા પાસે આવી.
‘હવે આને પહેલાં ભોજન કરાવો. અહીં જ ભોજનનો થાળ લઈ આવો.’પરિચારિકા ભોજન લેવા ગઈ. રાજા સુરસુંદરીના અદ્ભુત રૂપનું પાન કરવા લાગ્યો.
‘તારું નામ?'
For Private And Personal Use Only