________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
પ્રીત કિયે દુઃખ હોય “એ ન બની શકે. આપણા સહુના પ્રયત્નથી આ સ્ત્રી મળી છે... તું એકલો એનો માલિક ન બની શકે.' એક વૃદ્ધ માછીમાર બોલ્યો. “તો આ સ્ત્રીનું શું કરીશું? આગેવાન માછીમારે પૂછ્યું.
“મને એક વિચાર આવે છે. આપણે આ સ્ત્રી મહારાજાને ભેટ આપીએ. મહારાજા આપણને ખૂબ રૂપિયા આપશે. એ રૂપિયા આપણે સૌએ સરખા ભાગે વહેંચી લેવાના!”
હા, હા, બહ સારો વિચાર છે તમારો. મહારાજાને સુંદર રાણી મળી જશે અને આપણને રૂપિયા મળી જશે... બંનેનું કામ થઈ જશે!'
પણ પહેલાં આ સ્ત્રીને હોશમાં તો લાવો.. એક માછીમાર બોલ્યો.”
આગેવાન માછીમાર બાજુના જંગલમાંથી વનસ્પતિનાં પાંદડાં લઈ આવ્યો. બે હાથમાં પાંદડાં ચોળીને એનો રસ સુરસુંદરીના નાકમાં રેડ્યો... પછી એ રસથી એના શરીરને ચોળવા માંડ્યું.
ધીરે ધીરે સુરસુંદરીની મૂચ્છ દૂર થવા માંડી. એણે આંખો ખોલી.. ચારે બાજુ અજાણ્યા.. જંગલી માણસોને ઊભેલા જોઈને ભયથી ધ્રૂજી ઊઠી.. તે ચીસ પાડી ઊઠી...
ક્યાં છું? તમે બધાં કોણ છો?' તું સરોવરના કિનારે છે. તને મગરમચ્છ ગળી ગયો હતો... અમે તેને ચીરી નાખીને તેને જીવતી બહાર કાઢી છે.. હવે તને અમે અમારા રાજા મકરધ્વજને ભેટ ધરીશું. તું રાણી બની જઈશ.'
“ના, ના, મારે રાણી નથી બનવું.. મને મરવા દો.' સુરસુંદરી સરોવર તરફ દોડી.. પરંતુ માછીમારોએ પકડી લીધી અને એને લઈને નગર તરફ ચોલ્યા,
0
0
0
For Private And Personal Use Only