________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
પ્રીત કિયે દુઃખ હોય
હેં? સરિતા.. તેં આવું સાંભળ્યું હતું?” લીલાવતી ભયથી થર થર ધ્રૂજવા લાગી. તેણે સરિતાના બે હાથ સજ્જડ પકડી લીધા....
હા, મેં મારા સગ્ગા કાને સાંભળ્યું હતું....” તો તેં મને વાત કેમ ન કરી?” તમે કદાચ ન માનો..' “તો શું યક્ષરાજ એને ઉપાડી ગયો હશે?'
મને તો એમ જ લાગે છે. જે થાય તે સારા માટે... હવે એને શોધવાનો પ્રયત્ન પણ ન કરવો જોઈએ. કદાચ યક્ષરાજ કોપાયમાન થાય અને...”
“ના, ના, સરિતા, મારે એ સુંદરી ન જોઈએ... ભલે મારા રૂપિયા ગયા.. હા, આપણે જીવતાં રહ્યાં એ જ ઘણું છે..'
૦ ૦ ૦ સુરસુંદરી સરોવરમાં કૂદી પડી.
ડૂબકી ખાઈને એ જેવી પાણીની સપાટી પર આવી.. કે તુરત એક વિશાળકાય મગરમચ્છ એને ગળી ગયો! બેહોશ સુરસુંદરી મગરમચ્છના પેટમાં અખંડ-અક્ષત ઊતરી ગઈ... મગરમચ્છનો એક દાંત પણ એના શરીરમાં બેઠો નહીં.
મગરમચ્છ તરતો તરતો સરોવરના સામે કિનારે પહોંચ્યો. શિકાર મળ્યાના આનંદમાં.. પણ એ પોતે જ માછીમારોનો શિકાર બની ગયો! કિનારા પર માછીમારોએ પોતાની જાળ પાથરેલી હતી.
કિનારે ઊભેલા માછીમારોએ મગરમચ્છને જાળમાં ફસાયેલો જોયો. તેઓ ખુશ થઈ ગયા. મગરમચ્છને બહાર કાઢઢ્યો. તેમણે મગરમચ્છના પેટને ફૂલેલું જોયું. જરૂર આ મગરમચ્છ કોઈ જીવને ગળેલો છે.”
માછીમારોએ પરસ્પર ચર્ચા કરીને મગરમચ્છને ચીરવાનો નિર્ણય કર્યો. ખૂબ કાળજીથી તેમણે મગરમચ્છને ચીરી નાંખ્યો... અંદરથી સુરસુંદરીને બેભાન સ્થિતિમાં જોઈ. કાળજીથી બહાર કાઢી, જમીન પર સુવાડી, કોરા વસ્ત્રથી એના દેહને લૂછી નાંખ્યો. માછીમારો સુરસુંદરીના અદ્ભુત રૂપને જોઈ મુગ્ધ થઈ ગયા.
આ સ્ત્રી જીવતી છે. હું એને મારી પત્ની બનાવીશ.” મુખ્ય માછીમાર બોલ્યો.
For Private And Personal Use Only