________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
પ્રીત કિયે દુઃખ હોય ‘પરંતુ એ હજુ હવેલીએ આવી નથી...' તો ક્યાં ગઈ હશે? અહીંથી તો ઔષધિ લઈને ગઈ છે...'
સરિતા ઝડપથી લીલાવતી પાસે આવી. તેના મુખ પર ભય, ચિંતા અને વિહ્વળતાની રેખાઓ ઊપસી આવી હતી.
દેવી, સુંદરી તો ત્યાં નથી. વૈદ્યરાજે કહ્યું કે ઔષધિ લઈને તે બે ઘટિકા પહેલાં અહીંથી ચાલી ગઈ છે...'
તો એ ક્યાં ગઇ સરિતા? નગરમાં એની તપાસ કરાવ...? લીલાવતી રોષથી... ચિંતાથી... અને શંકાથી ઘેરાઈ ગઈ.
સરિતા. તું જાણે છે ને કે સવા લાખ રૂપિયા આપીને તેને ખરીદી છે.. એ ભાગી જાય તો....'
દેવી, ભાગી જવાની તો એનામાં હિમત દેખાતી ન હતી. સાવ ગરીબ ગાય જેવી...”
“હવે વાતો ન કર, તપાસ કર.' લીલાવતીએ નોકરોને તપાસ કરવા મોકલ્યા અને પોતે રાજસભામાં પહોંચી. રાજાને ફરિયાદ કરી. રાજાએ પણ તુરત ચારે દિશામાં માણસો મોકલીને તપાસ કરાવી... સાંજે માણસો નિરાશ થઈને પાછા આવ્યા. લીલાવતીના હોશકોશ ઊડી ગયા. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
સરિતાએ લીલાવતીને આશ્વાસન આપતાં કહ્યું :
દેવી, તમે રડો નહીં. સવા લાખ રૂપિયા તો તમે કાલે કમાઈ લેશો. એ સુંદરી ગઈ તો જવા દો એને... એ રહી હોત તો આપણા પ્રાણ જોખમમાં હતા.”
તું શું વાત કરે છે સરિતા?” હું જે કહું છું તે સત્ય કહું છું.” એટલે તું શું કહેવા માંગે છે ?'
એ સુંદરીને મેં એક વિકરાળ યક્ષરાજ સાથે વાતો કરતી જોઈ હતી.. બારણા બહાર સંતાઈને હું ઊભી હતી...”
હૈ? યક્ષરાજ સાથે...”
હા, યક્ષે એને કહ્યું હતું: “બેટી, જો આ વેશ્યા તારા શીલનું ખંડન કરાવશે તો હું એને જીવતી ખાઈ જઈશ.'
For Private And Personal Use Only