________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રીત કિયે દુઃખ હોય
૧૨૩
રૂપ જ મારા શીલનું દુશ્મન બન્યું છે.. આ યૌવન.. આ લાવણ્ય.. મારા શીલ માટે મોટાં ભયસ્થાનો છે...ના, ના, મારે જીવવાનું જ કોઈ પ્રયોજન નથી.. હું આ સરોવરમાં ઝંપલાવી દઉં...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ઊભી થઈ, સરોવરની પાળ પર ચઢી. સરોવરમાં છલોછલ પાણી ભરેલું હતું. મોટા મગરમચ્છ સરોવ૨માં દેખાતા હતા. સુરસુંદરીએ આંખો બંધ કરી બે હાથ જોડી શ્રીનવકારમંત્રનું સ્મરણ કર્યું. શાસનદેવતાઓનું સ્મરણ કરી તે બોલી:
‘હે શાસનદેવો! હું અમરકુમારની પત્ની સુરસુંદરી છું. મારા પતિ મારો ત્યાગ કરી ગયા છે... આજ દિન સુધી મન-વચન-કાયાથી મેં મારા શીલનું જતન કર્યું છે. અમરકુમા૨ સિવાય બીજા કોઈ પુરુષને મેં મારા હૃદયમાં સ્થાન આપ્યું નથી... કદાચ, અમરકુમાર મને શોધતા અહીં આવી ચઢે તો તેમને કહેજો કે તમારી પત્નીએ આ સરોવરમાં પડીને પ્રાણ ત્યાગ કર્યો છે...'
હે પરમેષ્ટિ ભગવંતો! હું આપની સાક્ષીએ... અને મારા આત્માની સાક્ષીએ કહું છું કે મારા મનમાં કોઈ પણ જીવ પ્રત્યે રોષ નથી કે રીસ નથી, સર્વે જીવોને હું ખમાવું છું. સર્વ જીવો મને ક્ષમા આપો... આ દેહ પરથી મમત્વ ભાવ ઉઠાવી લઉં છું... ભવોભવ મને શ્રી પંચપરમેષ્ટિ ભગવંતોનું શરણ મળો! અને... સુરસુંદરી સરોવરમાં કૂદી પડી.
એક ધબાકો થયો.. અને સુંદરી પાણીમાં ડૂબી ગઈ...
એક પ્રહર વીતી ગયા પછી સરિતા લીલાવતી પાસે ગઈ.
‘દેવી, સુરસુંદરી હજુ વૈદ્યરાજના ઘેરથી આવી નથી.. તો હું વૈઘરાજને ત્યાં જઈને એને લઈ આવું?’
‘શું હજુ તે આવી નથી? આટલો બધો વિલંબ કેમ થયો હશે?'
‘દૈવી, વૈદ્યરાજ ખૂબ વૃદ્ધ છે અને અમે ગયાં ત્યારે હજુ તેઓ પોતાના નિત્યકર્મથી પરવાર્યા ન હતા...'
‘તું જલદી જા અને સુંદરીને લઈને પાછી આવ.' સરિતા વૈઘરાજને ત્યાં પહોંચી. વૈદ્યરાજને પૂછ્યું: ‘વૈદ્યરાજ, સુંદરી ક્યાં છે?’
‘એ તો ક્યારની અહીંથી નીકળી ગઈ છે....
For Private And Personal Use Only