________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
પ્રીત કિયે દુ:ખ હોય
‘એ વૈદ્ય અહીં આવે જ નહીં. અતિ વૃદ્ધ છે.. ગામના ઝાંપે રહે છે. અને આ ભવનની કોઈ પણ સ્ત્રીને શારીરિક વ્યાધિ હોય તેને એ વૈદ્ય પાસે જ લીલાવતી મોકલે છે...
‘પણ એ પોતે જ મારી સાથે આવશે તો?’
‘ના, તમારી સાથે મને જ મોકલશે. એ કોઈપણ સ્ત્રી સાથે વૈદ્યને ત્યાં જતાં જ નથી.’
સુરસુંદરી ઊંડા વિચારમાં પડી ગઈ... ‘મારી ખાતર સરિતા મુશ્કેલીમાં નહીં મુકાય?' સરિતા બોલી :
‘તમે મારો વિચાર કરો છો ને?’
‘હા, પણ તને કેવી રીતે ખબર પડી ગઈ?’
‘તમારા યક્ષરાજ મને કહી ગયા!' ને સરિતા હસી પડી. સુરસુંદરી પણ હસી... ઘણા દિવસો પછી.
‘દેવી, ઉત્તમ કુળનાં સ્ત્રી-પુરુષો બીજાની ચિંતા વધારે કરતાં હોય છે. એટલે મેં અનુમાન કર્યું કે તમે મારી જ ચિંતા કરતાં હશો... હું તમારી સાથે આવું... ને પછી હું એકલી આવું... એટલે તમને ભગાડવાનો આરોપ મારા માથે આવે... પછી લીલાવતી મને કાઢી મૂકે... કે સજા કરાવે... આવો વિચાર તમે કર્યો ને?’
‘તું તો મારી અંતર્યામી બની ગઈ સરિતા!' સુરસુંદરી સરિતાને ભેટી પડી. ‘તમે કહો તમારી સાથી બની જાઉં...”
‘ના, ના, મારી સાથે તારે દુઃખી નથી થવાનું... તું મને સહાયક બને છે... એ ઓછું નથી... પણ તું મને કહે કે તારા પર મને ભગાડવાનો આરોપ નહીં આવે ને?’
‘ના, તમે નિશ્ચિંત રહેજો. તમારો નમસ્કાર મંત્ર મારી રક્ષા ક૨શે! મારી રક્ષા માટે તમે વધુ જાપ કરજો... કરશો ને?”
સુરસુંદરી જાણે પોતાનાં દુઃખ ભૂલી ગઈ! સરિતાની વાતોએ એના દિલ ઉપરનો બધો ભાર ઉતારી નાંખ્યો.
‘હું તો લીલાવતીને કહીશ કે સારું થયું એ સુંદરી ભાગી ગઈ... નહીંતર એ જગદંબા તો તમારા ભવનને બાળી નાંખત... એનો યક્ષરાજ આવીને આપણને બધાંને જીવતા ખાઈ જાત હા...!'
For Private And Personal Use Only