________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
પ્રીત કિયે દુઃખ હોય
બંને જણ પેટ પકડીને હસવા માંડી. સુરસુંદરીએ દૂધ પી લીધું અને સરિતાને કહ્યું: આજે તો થાળ ભરીને ભોજન લાવજે... પેટ ભરીને ખાવું છે!” ‘સાચી વાત છે.. કાલે દોડવાની શક્તિ જોઈશે ને?' તારી તર્કશક્તિ ગજબ છે!' સરિતા હસતી હસતી ચાલી ગઈ. સુરસુંદરી ખૂબ આશ્વસ્ત બની ગઈ. આખી રાત તેને નિદ્રા આવી ન હતી એટલે જમીન પર જ તે સૂઈ ગઈ. નિદ્રાધીન થઈ ગઈ. બે પ્રહર સુધી તે ઊંઘતી જ રહી.
જ્યારે એના પગની પાની પર કોઈનો હાથ ફરવા લાગ્યો ત્યારે તે જાગી. આંખો ખોલીને જોયું તો પગ પાસે સરિતા બેઠી હતી! પાસે જ ભોજનનો થાળ પડ્યો હતો. ‘તું ક્યારે આવી?”
બે ઘડી તો વીતી ગઈ હશે.' ‘મને જગાડવી હતી ને..” સ્વપ્નમાં ભંગ પડે ને?
ખોટી વાત! મને એકેય સ્વપ્ન નથી આવ્યું. એવી ગાઢ નિદ્રા આવી ગઈ... સરિતા, છેલ્લા કેટલાય દિવસોથી આવી નિદ્રા નથી આવી.. આજે આવી.. તે તારા પ્રતાપે...”
ના... ના, દેવી, એ પ્રતાપ શ્રી નવકાર મંત્રનો છે. હવે વાતો પછી કરીશું. પહેલાં ભોજન કરી લો.”
તું પણ ભોજન મારી સાથે જ કરીશને?”
આટલું ભોજન આપણાં બંનેને પૂરું થશે? મારે વધારે ખાવા જોઈએ છે!' સરિતાએ ભોજનનો થાળ પાટલા પર ગોઠવ્યો.
એક જ થાળમાં બંનેએ ભોજન કર્યું.
દેવી, તમને મારી એક વાત કરી દઉં. હું આ ભવનની પરિચારિકા છું. એટલું જ. આ ભવનના ધંધા સાથે મારે કોઈ જ નિરબત નથી. એટલા માટે આ સ્પષ્ટતા કરું છું કે... તમને પછીથી મનમાં વસવસો ન રહે કે “વેશ્યા સાથે મેં ભોજન કર્યું. મારા શીલને કલંક લગાડ્યું!... માત્ર પેટની ખાતર આ ભવનમાં નોકરી કરું છું.”
For Private And Personal Use Only