________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૧૧૭ “તો સાંભળ મારી વાતો...” સુરસુંદરીએ અથથી ઇતિ સુધીની વાત કહી દીધી.
પરિચારિકાએ ખૂબ તન્મય બનીને બધી વાતો સાંભળી, યક્ષદીપની.. યક્ષરાજની વાતો સાંભળીને તો તેને લાગ્યું કે “આ સ્ત્રી પર દૈવીકૃપા છે...' ધનંજયની જળસમાધિની વાત અને બેનાતટનગરમાં બનેલી ઘટના સાંભળીને... તેના હૈયામાં સુરસુંદરી તરફ અપાર સદૂભાવ જન્મ્યો. ફાનહાનની દગાબાજી સાંભળીને તો તે તેના નામ પર ઘૂંકી. એના મોઢામાંથી ગાળ નીકળી ગઈ.
પૂરી વાત સાંભળીને તેણે સુંદરીને પૂછ્યું: “કહો દેવી, આપ મને શું આજ્ઞા કરો છો?” મારી સાથે દગો તો નહીં થાય ને?”
દગો કરે અમરકુમાર, ધનંજય અને ફાનહાન.. આ સરિતા ક્યારેય દગો ન કરે.. એની ખાતરી રાખજો.'
તો અહીંથી છૂટવાનો મને ઉપાય બતાવ..!' “ક્યાં જવું છે?'
જ્યાં મારું ભાગ્ય લઈ જાય ત્યાં..'
જો એ રીતે ભાગ્યના ભરોસે રહેવું હોય તો પછી ભાગ્ય તમને અહીં લઈ આવ્યું છે. અહીં જ રહી જાઓ.’
“ના, ના, અહીં તો રહેવું જ નથી. મને આ નગરની બહાર તું કાઢી દે... પછી હું જંગલના માર્ગે ચાલી જઈશ.. મારું શીલ બચી જાય એટલે બસ, મારે બીજું કાંઈ જોઈતું નથી.'
સરિતા ઊભી થઈ. તેણે ખંડની બહાર જઈને આસપાસ જોઈ લીધું અને હાર બંધ કરીને અંદર આવી.
આવતી કાલે વહેલી સવારે હું અહીં આવીશ, તમારે તૈયાર રહેવાનું. નગરની બહાર તમને લઈ જઈશ. બસ? પછી ક્યાં જવું તે તમે જાણો. પરંતુ એક વાત તમારે લીલાવતીને આજે કરી દેવાની, મારું સ્વાથ્ય સારું નથી. હું ગુપ્ત રોગથી પીડાઉ છું... એટલે મારે કોઈ સારા વૈદ્યને મારું શરીર બતાવવું છે. થોડા દિવસ ઔષધોપચાર કરી લઉં... જેથી પુરુષોને રીઝવવાનું કામ સારી રીતે કરી શકું.
તેં કહ્યું તેમ હું વાત તો કરીશ, પરંતુ એ વૈદ્યને અહીં બોલાવશે તો?”
For Private And Personal Use Only