________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬.
પ્રીત કિયે દુઃખ હોય સુરસુંદરીના મનમાં વિચારોનો સંઘર્ષ ચાલતો રહ્યો... રાત વીતી ગઈ હતી. ઊઠીને શ્રી નવકારમંત્રનું સ્મરણ કર્યું અને દૈનિક આવશ્યક ક્રિયાઓથી તે પરવારીને બેઠી. તે પરિચારિકાની રાહ જોતી હતી. ખંડનાં દ્વાર ખુલ્લાં હતાં,
પરિચારિકા દૂધ લઈને આવી પહોંચી. ‘દેવી, મારા આવવામાં વિલંબ થયો છે શું? મને તો એમ હતું કે આપ હજુ હવે ઊઠ્યા હશો.. અહીં તો કોઈ વહેલું ઊઠતું જ નથી...”
હું તો ઊંઘી જ નથી.. પછી વહેલા કે મોડા ઊઠવાનો પ્રશ્ન જ ક્યાં રહે
છે?'
શું આપને અહીં કોઈ અગવડતા છે? નિદ્રા કેમ ન આવી?'
અભાગી જીવને વળી અગવડતા શું ને સગવડતા શું? અહીં આવનાર સૌભાગી ન હોય ને?”
“તમારી વાત તો સાચી છે. પણ આપ તો અહીં સૌભાગી બની જવાનાં! આપના જેવું રૂપ આ ભવનમાં તો કોઈનું નથી. આખા નગરમાં કોઈનું નથી!”
એ જ મોટું દુઃખ છે ને.. આ રૂપના પાપે તો અહીં ફસાઈ છું...”
એ તો તમને હમણાં એવું લાગે.. પણ ત્રણ દિવસ પછી જ્યારે અહીં મોટા મોટા રાજ કુમારો અને શ્રેષ્ઠી કુમાર આવશે. ત્યારે બધું દુ:ખ ભૂલી જશો...!'
તું એવી વાત ન કર બહેન. મારે તો મારા પતિ સિવાય દુનિયાના બધા પુરુષો પિતાતુલ્ય અને ભ્રાતાતુલ્ય છે. એટલે ત્રણ દિવસ પૂરા થાય ત્યાં સુધીમાં મોત આવી જાય તો સારું...”
સુરસુંદરી રડી પડી. પરિચારિકાના મનમાં નિર્ણય થઈ ગયો કે “આ સ્ત્રી ઉચ્ચ ખાનદાન ઘરની છે...' તેણે પૂછ્યું:
જો તમને વાંધો ન હોય તો બે-ચાર વાત પૂછું.” પૂછી લે બહેન, મારા જીવનમાં કંઈ છુપાવવા જેવું નથી...”
તમારો પરિચય જાણવા ઇચ્છું છું અને તમે અહીં કેવી રીતે આવી ચડ્યા તે જાણવા માગું છું.'
જાણીને શું કરીશ?” તમે જે કહેશો તે કરીશ...' અવશ્ય? સુરસુંદરીએ પરિચારિકાના બે ખભા પકડી લીધા.” “વચન આપું છું.'
For Private And Personal Use Only