________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પણ છે
૨૦
સો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મારે અહીંથી વહેલામાં વહેલી તકે ભાગી છૂટવું જોઈએ... ખૂબ બુદ્ધિપૂર્વક ભાગવાની યોજના બનાવવી પડશે... મારું મન કહે છે કે આ પરિચારિકા મને ઉપયોગી બની શકશે... એની આંખોમાં મારા પ્રત્યે સહાનુભૂતિ હતી... પણ કદાચ એ બીજી રીતે પણ વિચારતી હોય... કે ‘આ નવી આવેલી સ્ત્રી આ ભવનની મુખ્ય વેશ્યા બનવાની છે... માટે, હું એની સાથે સારો સંબંધ બાંધું તો એ મને માલામાલ કરી દેશે...' આ દુનિયામાં સ્વાર્થ વિના કોણ સ્નેહ કે સહાનુભૂતિ આપે છે? છતાં આજે એ આવશે ત્યારે હું ગોળગોળ વાત કરીશ... સંપૂર્ણ વિશ્વાસ વિના તો ભાગવાની વાત કરાય જ નહીં.. નહીંતર એ તુરત જ જઈને લીલાવતીને વાત કરી દે... તો તો મારે આ ખંડમાં જ ફાંસો ખાઈને મરવું પડે...
જો કે જીવવાનો હવે મને રસ નથી. કોના માટે જીવવાનું? હવે અમર કદાચ ન પણ મળે... મળી જાય કદાચ... અને હું એની પાસે જાઉં... છતાં એ મને ધુત્કારી કાઢે તો? એણે કદાચ બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી લીધાં હોય તો? પુરુષ પર વિશ્વાસ કેમ કરાય?
આ રીતે હું ક્યાં સુધી ભટક્યા કરીશ? અને અજાણ્યા દેશોમાં હું મારા શીલની રક્ષા કેવી રીતે કરીશ? મને એ દુષ્ટ ફાનહાને કેવી ફસાવી દીધી? મીઠું મીઠું બોલીને મને નગરમાં લઈ આવ્યો. અને મને બજાર વચ્ચે ઊભી રાખી મારું લીલામ કર્યું... મને વેચી નાંખી...
ક્યારેય નહીં ધારેલી વિકટ પરિસ્થિતિમાં હું મુકાઈ ગઈ... મેં મારા પૂર્વજન્મોમાં એવાં કેવાં પાપ કર્યાં હશે? તો પછી રાજ-પરિવારમાં મારો જન્મ કેમ થયો? ગર્ભશ્રીમંત શ્રેષ્ઠીની પત્ની કેમ બની? આવું અદ્દભુત રૂપ કેમ મળ્યું? શીલ અને સદાચારના ઉચ્ચ સંસ્કારો કેમ મળ્યા? બધાં જ પાપકર્મ એક સામટાં ઉદયમાં કેમ ન આવ્યાં?
જોઉં છું... જો કોઈ માર્ગ મળી જાય અહીંથી છૂટવાનો... તો તો સારું છે... નહીંતર આવતી કાલે રાત્રે આ જ ખંડમાં ગળામાં ફાંસો નાંખીને પ્રાણત્યાગ કરીશ... શીલની રક્ષા તો કરીશ જ.'
For Private And Personal Use Only