________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૦
પ્રીત કિયે દુઃખ હોય
સુરસુંદરી સ્તબ્ધ થઈ ગઈ. ફાનહાનનું વિકરાળ રૂપ જોઈને તેની વાચા હરાઈ ગઈ...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર રસ્તાની વચ્ચે એક ઊંચો ચોતરો હતો, ફાનહાને સુરસુંદરીને ચોતરા પર ઊભી રાખી અને તેની પાસે રહીને બૂમો પાડવા લાગ્યો.
‘સવા લાખ રૂપિયામાં આ રૂપસુંદરી જેને જોઈએ તે અહીં આવો! ભારતની આવી સુંદરી સવા લાખમાં પણ નહીં મળે...'
તમાશાને તેડું નહીં! રસ્તે જતા લોકો ભેગા થઈ ગયા. આસપાસનાં મકાનોમાંથી લોકો ઊતરી આવ્યા. આ નગરમાં આવી રીતે સ્ત્રી-પુરુષો છડેચોક વેચાતાં હતાં એટલે લોકોને કોઈ આશ્ચર્ય ન હતું.
‘સવા લાખ સોનૈયા વધારે છે, કિંમત ઓછી કરો...' ટોળામાંથી એક યુવાન બોલ્યો.
‘એક પૈસો પણ ઓછો નહીં થાય. સવા લાખ રોકડા આપી જાઓ અને આ અપ્સરા લઈ જાઓ...'
ટોળું મોટું થતું જતું હતું. સહુ ટગર ટગર સુરસુંદરીને જોઈ રહ્યા હતા. સુરસુંદરીની આંખો બંધ હતી. એના મુખ પર વિષાદનાં ઘનઘોર વાદળ ઘેરાયેલાં હતાં. તે શૂન્યમનસ્ક થઈ ગઈ હતી. અમરકુમારે કરેલા દગાનો ભોગ બન્યા પછી આ બીજી વાર દગાનો ભોગ બની ગઈ હતી.
આ નગરમાં કોઈના હૈયે સ્નેહ કે સહાનુભૂતિ જેવી વાત ન હતી. આવાં દૃશ્યો તેમને રોજ જોવા મળતાં હતાં. દેશ-પરદેશના વેપારીઓ અહીં માણસોનો પણ વેપાર કરતા હતા. સોવનકુળમાં આવો કથીર જેવો હીન કોટિનો વેપા૨ પણ થતો હતો.
એટલામાં, ટોળામાં કંઈક ખળભળાટ થયો... એક રૂપવતી છતાં જાજરમાન વ્યક્તિત્વવાળી સ્ત્રી ટોળામાંથી આગળ આવી રહી હતી. લોકો એને માર્ગ આપતા હતા. તે નજીક આવી. તેણે ધારી ધારીને સુરસુંદરીના દેહને જોયો. સ્ત્રીના દેહની પરીક્ષા કરવામાં એની આંખો કુશળ હતી.
એનું નામ લીલાવતી હતું. સોવનકુળની એ પ્રસિદ્ધ વેશ્યા હતી. એ એક મોટું વેશ્યાગૃહ ચલાવતી હતી. એની પાસે લાખો રૂપિયા હતા. તેણે ફાનહાનને કહ્યું:
‘સવા લાખ રૂપિયા હું આપીશ વેપારી! લઈ ચાલ આ સ્ત્રીને મારી હવેલીએ.’ લોકોએ હર્ષનાદ કર્યો. લીલાવતીની પાછળ ફાનહાન સુરસુંદરીને લઈને
For Private And Personal Use Only