________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારીનું શીલ-રત્ન તો સંસારનો શણગાર છે, દુનિયાનું સૌભાગ્ય છે. સ્ત્રી અને સાગર એટલે મર્યાદાના પુરસ્કર્તા! એ ક્યારેય મર્યાદા ન લોપે.
મર્યાદાવાન સાગરના ખોળે સુરસુંદરી પોતાની મર્યાદાનું જતન કરી રહી હતી. પોતાનાં શીલ-રત્નનાં રૂડાં રખવાળાં કરી રહી હતી. ભલે એ એક વેપારીની પત્ની હતી, પરંતુ એની નસોમાં એક વીર ક્ષત્રિયાણી માતાનું લોહી વહેતું હતું. સોવનકુળના કિનારે ફાનહાને પોતાનું વહાણ લાંગર્યું. તેણે સુંદરીને કહ્યું :
જો તારી ઇચ્છા હોય તો સોવનકુળનગરમાં તારા પતિની તપાસ કરીએ... આપણે નગરમાં જઈએ...' ‘તેઓ અહીં ન હોઈ શકે. તેમનાં વહાણો આ કિનારે દેખાતાં નથી...”
ન દેખાય, તને દુઃખી કર્યા પછી એ આપત્તિમાં ફસાયો હોય... વહાણો ડૂબી ગયાં હોય કે લૂંટાઈ ગયાં હોય... અને એ ભટકતો હોય કોઈ નગરના રસ્તાઓ પર... એવું ન બને?'
ના, ના, એવું અશુભ ન બોલો. હું હમેશા એમના મંગલની કામના કરું છું... એમનું શુભ થાઓ. છતાં તમે કહેતા હો તો આપણે આ નગરમાં જઈએ, કોઈ સિંહલદ્વીપના માણસો મળી જાય તો અમરકુમાર માટે પૃચ્છા કરી શકાય...'
તારી વાત સાચી છે. ચાલ આપણે જઈએ.”
સુરસુંદરીને લઈ ફાનહાન સોવનકુળનગરમાં પ્રવેશ્યો. નગરની શોભા જોતાં જોતાં બંને નગરના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા. ત્યાં ફાનહાનના વહાણના રક્ષક સૈનિકો હાજર હતા. ફાનહાને સુરસુંદરી સામે ક્રુરતાભરી વાણીમાં કહ્યું :
ઓ અભાગી નારી, તું અહીં ઊભી રહી જા, તું અહીંથી ક્યાંય ભાગી નહીં શકે. મારા માણસો ચારે બાજુ ઊભેલા છે. તારા પતિ તને ખરીદવા અહીં આવી જશે! અહીં હું તારું સવા લાખ રૂપિયામાં લીલામ કરીશ, સમજી? ચૂપચાપ ઊભી રહી જજે.”
For Private And Personal Use Only