________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
પ્રીત કિયે દુઃખ હોય તોફાનમાં તૂટી ગયું હતું અને એ ધનંજય એના માણસો સાથે દરિયાના પેટાળમાં સમાઈ ગયો.. મેં નજરે જોયો છે. એ જ તૂટેલા વહાણનું પાટિયું મારા હાથમાં આવી ગયું... અને એ પાટિયાના સહારે તરતી તરતી હું બેનાતટનગરના કિનારે આવેલી. પછી શું બન્યું તે તમે જાણો છો...
માટે તમને પણ કહું છું કે જો તમે પણ ધનંજયની પાછળ આ દરિયાના તળિયે જવા ઇચ્છતા હો તો આગળ વધજો.. નહીંતર આ વાતને દરિયામાં ફેંકી દો..”
એક શ્વાસે સુરસુંદરી બોલી ગઈ. તે હાંફવા લાગી. ફાનહાન વિચારમાં પડી ગયો. સુરસુંદરીએ ઘુઘવાટા કરતા દરિયા તરફ દૃષ્ટિ માંડી. ફાનહાન ઊભો થઈને ખંડમાં આંટા મારવા લાગ્યો.
આ સ્ત્રી રોજ કોઈ મંત્રજાપ કરે છે... તે હું જોઉં છું.. જરૂર એને કોઈ દૈવી સહાય હોય... એણે જે દુર્ઘટનાની વાત કરી, તે સાચી લાગે છે.... ના, મારે મારી વિનાશ નથી કરવો... હું એના પર બળાત્કાર કરવા જાઉં ને એ દરિયામાં કૂદી પડે તો?... અને મારું વહાણ સમુદ્રના તોફાનમાં તૂટી પડે તો?”
ના ના, હું વ્યાપારી છું. ધન કમાવા માટે નીકળ્યો છું. મારી પાસે ધન આવશે તો આવી અનેક સ્ત્રીઓ મળી રહેશે. માટે મારે આને આશ્વસ્ત કરી દેવી જોઈએ. મારા ભયથી એ કદાચ દરિયામાં કૂદી ન પડે...!
એણે સુરસુંદરી સામે જોયું. સુરસુંદરી દરિયા તરફ જોઈ રહી હતી. “સુંદરી, હું મારી વાત જતી કરું છું. તું નિશ્ચિત રહે... હવે હું તારા ખંડમાં પણ નહીં આવું. મને ખબર ન હતી કે તારા પર દેવોની કૃપા છે.. મારી ભૂલને માફ કરી દે...'
તમે મારા પ્રાણ બચાવ્યા છે, તમે મારા ઉપકારી ભ્રાતા છો. મને તમારા તરફ કોઈ દ્વેષ નથી.”
“ફાનહાન પોતાના ખંડમાં ગયો. એ વેપારી હતો. એના મગજમાં બીજી યોજના આકાર લઈ રહી હતી...'
૦
૦
૦
For Private And Personal Use Only