________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૧૦૭ યૌવન.... એકાન્ત અને પરવશતા... એટલે પુરુષ લોભાયા વિના... ખેંચાયા વિના ન જ રહે.. એક કડવો અનુભવ થઈ ગયો છે.”
સુરસુંદરી પ્રતિક્ષણ જાગૃતિમાં જીવે છે. ફાનહાન એને રીઝવવાના થાય એટલા પ્રયત્ન કરે છે... પરંતુ એણે જોયું કે સુરસુંદરી એના તરફ જરાય પ્રેમ બતાવતી નથી, ત્યારે તેણે ખુલ્લી રીતે સુરસુંદરી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી દેવાનો નિર્ણય કર્યો... જો એ વાત ન માને તો એના પર બળાત્કાર ગુજારવાનો પણ મનોમન નિર્ણય કર્યો.
સુરસુંદરી નિત્યક્રમ મુજબ શ્રી નવકારમંત્રનો જાપ કરીને બેઠી હતી ત્યાં ફાનહાન એની પાસે પહોંચ્યો. સુરસુંદરીએ આવકાર આપ્યો પણ ઉદાસીન ભાવે.
“સુંદરી, તું ઉદાસ કેમ રહે છે? તને અહીં કોઈ પ્રતિકૂળતા હોય તો કહે. તને ઉદાસ જોઈને મારું મન વિહ્વળ બની જાય છે.” ફાનહાને સુરસુંદરીથી થોડે દૂર આસન પર બેસતાં કહ્યું.
તમે જાણો છો કે મારા પતિનો મને વિરહ છે. પતિના વિરહમાં સ્ત્રી ઉદાસ રહે તે સ્વાભાવિક છે.”
શા માટે સ્ત્રીએ ઉદાસ રહેવું જોઈએ? પતિની ખોટ પૂરનાર પુરુષ જો મળી જતો હોય તો એણે સ્વીકાર કરી લેવો જોઈએ.'
એ વાત તમારા દેશમાં ચાલતી હશે. અમારા દેશની સંસ્કૃતિ જુદી છે, અમારો ધર્મ જુદો છે. અમારા દેશમાં તો સ્ત્રીના જીવનમાં એક જ પતિ હોય. પતિના મૃત્યુ પછી પણ સ્ત્રી બીજા પુરુષ સાથે લગ્ન ન કરી શકે! એ સ્વેચ્છાએ વૈધવ્યને પાળે!'
હવે તું ક્યાં તારા દેશમાં છે? હું તને મારા દેશમાં લઈ જઈશ. હું તને એ જ વાત કહેવા આવ્યો છું કે તું મારી સાથે લગ્ન કરી લે... હું તને મારા દેશમાં લઈ જઈશ.... ત્યાં આપણે સ્વર્ગનાં સુખો ભોગવીશું.”
સુરસુંદરી રોષથી સળગી ઊઠી. તે જે વાતની ધારણા રાખતી હતી, તે જ વાત સામે આવીને ઊભી. એણે દૃઢતાપૂર્વક કહ્યું: ‘ફાનહાન, આવો જ પ્રસ્તાવ થોડા દિવસ પહેલાં તારા જેવા જ વેપારી ધનંજયે મારી સામે મૂક્યો હતો. મેં જ્યારે એની વાત ન માની ત્યારે તે મારા તરફ ધસી આવ્યો હતો. પરંતુ મેં બુદ્ધિપૂર્વક મારી રક્ષા કરી લીધી હતી, છેવટે મેં મારા શીલની રક્ષા માટે આ જ મહાસાગરમાં ઝંપલાવી દીધું હતું... એ જ વખતે એનું વહાણ સમુદ્રના
For Private And Personal Use Only