________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
પ્રીત કિયે દુઃખ હોય જરૂર... એણે મારી સારસંભાળ લીધી છે... પરંતુ આ પણ મારા યૌવનનો ભૂખ્યો તો થવાનો જ? સ્ત્રીનું યૌવન એટલે શું પુરુષોની વાસનાને સંતોષવાનું ભોજન જ હશે? ના... ના, એ મને સ્પર્શ કરે એ પહેલાં તો હું દરિયામાં કૂદી પડીશ. હવે મને દરિયાનો ડર નથી... દરિયો જ મારી રક્ષા કરશે!'
તેણે પાછળ ફરીને જોયું તો દ્વાર પર ફાનહાન ઊભો હતો. તે યુવાન હતો. સુંદર હતો... છેલછબીલો હતો...
સુંદરી, તને અહીં કોઈ પ્રતિકૂળતા તો નથી ને?” “ના, તમે મારી કાળજી રાખો છો, પછી પ્રતિકૂળતા શાની? પરંતુ મને તમે કહેશો કે આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?'
સોવનકુળ નગર તરફ ” 'સિંહલદ્વીપ કેટલો દૂર છે?'
સોવનકુળથી પણ ઘણો દૂર છે... એકાદ મહિનાનો માર્ગ ખરો!! ‘તમે સોવનકુળ સુધી જ જવાના છો?”
તારી ઇચ્છા જો સિંહલદ્વીપ જવાની હશે તો આપણે સિંહલદ્વીપ પણ જઈશું. પરંતુ સિંહલદીપ શા માટે જવું છે?
મારા પતિ ત્યાં ગયાં છે, મારે એમની પાસે જવું છે.”
ફાનહાન મૌન રહ્યો. સુરસુંદરીના રૂપને નિહાળી રહ્યો. તેનું મન બોલી ઊડ્યું: તને હું તારા પતિ પાસે નહિ જવા દઉં. હું જ તારો પતિ બનીશ! તું મારા તાબામાં છે. હવે તને નહીં છટકવા દઉં...
ભલે, સોવનકુળ પહોંચ્યા પછી વિચારીશું.” તમારાથી અવાય એવું નહીં હોય તો હું બીજા કોઈ જહાજમાં મારી વ્યવસ્થા કરી લઈશ.'
એની ચિંતા ન કરીશ, તું તારે અહીં મારા વહાણમાં આનંદથી રહે...' ફાનહાને એક પરિચારિકાને સુરસુંદરીની સેવામાં મૂકી દીધી અને પોતે પોતાના ખંડમાં ચાલ્યો ગયો. સુરસુંદરીને કેવી રીતે વશ કરી લેવી તેના વિચારોમાં ખોવાઈ ગયો.
સુરસુંદરીનું મન બોલી રહ્યું હતું. “આ વેપારી પણ ધનંજય જેવો જ લંપટ છે... માટે જરાય ગફલતમાં રહીશ નહીં. એની આગતા-સ્વાગતામાં ભોળવાઈશ નહીં. એનાં વચનો પર વિશ્વાસ કરીશ નહીં... પરાયી સ્ત્રી.... રૂપ અને
For Private And Personal Use Only