________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
પ્રીત કિયે દુઃખ હોય સાથે ઉષ્ણ દુધ મોકલ્યું. સુરસુંદરીએ દૂધ પીધું અને પછી સૂઈ ગઈ. એક પ્રહર વીતી ગયો. એની નિદ્રા ખૂલી.
ફાનહાને ખંડમાં પ્રવેશ કર્યો. એની પાછળ જ પરિચારિકા ભોજનનો થાળ લઈને ખંડમાં દાખલ થઈ.
“સુંદરી, લે આ ભોજન કરી લે...' કાનહાન સુરસુંદરીના અદ્ભુત રૂપને જોઈને મુગ્ધ થઈ ગયો હતો. તેણે તો સુરસુંદરીના સૌંદર્યને જોઈને “સુંદરી” કહીને બોલાવી, પરંતુ સુરસુંદરી પોતાનું નામ આ અજાણ્યા યુવાન વેપારીના મુખે સાંભળી.. આશ્ચર્ય પામી....
તમે મારું નામ કેવી રીતે જાણો છો? મેં તો તમને મારું નામ કહ્યું નથી...” “તારું અદ્ભુત સૌન્દર્ય તારું નામ કહી દે છે સુંદરી!” વેપારી લુચ્ચું હસ્યો. સુરસુંદરી સાવધાન બની ગઈ. “વાતો આપણે પછી કરીશું. પહેલાં તું ભોજન કરી લે.” ના, મારે ભોજન નથી કરવું.” કેટલા દિવસ તું ભૂખી રહીશ? રહેવાય ત્યાં સુધી.” સુરસુંદરીએ નીચી દૃષ્ટિએ જવાબ આપ્યો.
શા માટે ભૂખે મરવાનું? જો, તને ભાવે એવું ભોજન છે... છતાં તને આ વસ્તુઓ ન ભાવતી હોય તો બીજી વસ્તુઓ બનાવરાવું...પણ તારે ભોજન તો કરવું જ પડશે...”
સુરસુંદરીને સુધા તો લાગી જ હતી. વેપારીએ ખૂબ આગ્રહ કર્યો એટલે ભોજન કરી લીધું. તે સ્વસ્થ બની. તેનો શ્રમ દૂર થયો. ફાનહાન ચાલ્યો ગયો. સુરસુંદરીને રહેવા માટે સ્વતંત્ર ખંડ તેણે આપી દીધો.
સુરસુંદરી એક શુદ્ધ ભૂમિભાગ પર પદ્માસને બેસી ગઈ અને શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ શરૂ કરી દીધો. એક પ્રહર સુધી તેણે જાપ કર્યો.
વહાણ બેનાતટનગરથી ઊપડી ગયું હતું. સમુદ્રયાત્રા ચાલુ થઈ ગઈ હતી. સુરસુંદરી બારી પાસે જઈને ઊભી. આ એ જ મહાસાગર હતો કે જેમાં એ કૂદી પડી હતી. જેમાં ધનંજયે વહાણ સાથે જળસમાધિ લીધી હતી. સુરસુંદરી માટે જાણે એ ઘટના એક સ્વપ્ન બની ગઈ હતી. એ દૃશ્ય સ્મૃતિમાં આવતાં તે ધ્રુજી ઊઠી.
આ વ્યાપારી પણ મારા માટે અજાણ્યો છે. એની દૃષ્ટિ સારી નથી..
For Private And Personal Use Only