________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
પ્રીત કિયે દુઃખ હોય અરે ઓ બાઈ, કોઈ મકાનમાં ચઢી જા... નહીંતર મરી જઈશ... હાથી તને પગ નીચે છુંદી નાખશે...' પરંતુ સુરસુંદરી તો રાજમાર્ગ પર ચાલતી જ રહી... ત્યાં સામેથી ઉન્મત્ત બનેલો રાજહસ્તી ધસી આવતા તેણે જોયો...
આલાનસ્તંભ તોડીને, દારૂની દુકાન તોડીને તેણે મદિરાનું મોટું ભાજન પી નાંખ્યું હતું... અને તે તોફાને ચઢયો હતો. સૈનિકો તેને વશ કરી શકતા ન હતા કે મારી શકતા ન હતા.
સુરસુંદરી ગભરાઈ ગઈ.. સ્તબ્ધ થઈ ગઈ... માર્ગની વચ્ચે જ ઊભી રહી ગઈ. હાથી આવ્યો. તેણે સુંઢમાં સુરસુંદરીને જકડી લીધી અને દોડ્યો દરિયા તરફ,
લોકોએ હાહાકાર કરી મૂક્યો. “આ દુષ્ટ હાથી બિચારી આ સ્ત્રીને કાં તો પગ નીચે કચડી નાંખશે. કાં તો દરિયામાં ફેંકી દેશે. કોઈ એને બચાવો...”
સૈનિકો હાથીની પાછળ દોડ્યા... પરંતુ હાથીએ તો સુરસુંદરીને આકાશમાં ફંગોળી દીધી.. જાણે ગોફણમાંથી પત્થર છૂટ્યો..
ફંગોળાયેલી સુરસુંદરી સાગરમાં ફેંકાઈ ગઈ... પરંતુ એ પડી એક મોટા વહાણમાં!
દૂર દેશના એક વેપારીનું એ વહાણ હતું. બેનાતટ નગરમાં વેપાર કરવા તે રોકાયેલું હતું. એ વહાણનો માલિક હતો એક પ્લેચ્છ... અનાર્ય. એનું નામ હતું ફાનહાન.
ફાનહાન વહાણના તૂતક પર ઊભો હતો. પોતાના વહાણમાં એક સ્ત્રીને પડેલી જોઈને તરત જ તે એની પાસે દોડી ગયો. વહાણના નાવિકો અને નોકરો પણ ભેગા થઈ ગયા.
સુરસુંદરી મૂચ્છિત થઈ ગઈ હતી. તેના માથાના પાછલા ભાગમાંથી લોહી નીકળતું હતું. ફાનહાને તરત જ ઘાને ધોઈ નાંખી પટ્ટી બાંધી દીધી. શીતલ પાણીનો છંટકાવ કરી સુરસુંદરીને ભાનમાં લાવી દીધી. | કિનારા પર સેંકડો નગરવાસીઓ દોડી આવ્યા હતા. ફાનહાને ઇશારાથી લોકોને સમજાવી દીધું કે સ્ત્રી બચી ગઈ છે!” લોકો નગરમાં ચાલ્યા ગયા.
ફાનહાને સુરસુંદરીને નવાં વસ્ત્રો આપીને કહ્યું: “પહેલાં તું વસ્ત્રપરિવર્તન કરી લે.' સુરસુંદરી વહાણના એક ખંડમાં ચાલી ગઈ અને વસ્ત્રપરિવર્તન કરી લીધું. એનું આખું શરીર બેઠા મારથી દુઃખી રહ્યું હતું. ફાનહાને પરિચારિકા
For Private And Personal Use Only