________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
8.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંધારા આભનો ઓછાયો હતો.
આકાશમાંથી પાણી મુશળધારે વરસતાં હતાં. વરસાદની ઘનઘોર રાત જામી હતી. કાચાપોચાનાં હૈયાં ચિરાઈ જાય એવી વીજળીઓ ચમકતી હતી. મહાસાગરના તોફાની તરંગો સગર્ભાને પ્રસવ કરાવી દે તેવા ભયાનક હતા,
તૂટેલા વહાણનું એક પાટિયું સુરસુંદરીના હાથમાં આવી ગયું. તેણે પાટિયાને બાથ ભીડી લીધી. પાટિયા સાથે તે મહાસાગરમાં ઊછળવા લાગી. તેનું મન નિરંતર શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણમાં લીન હતું. તેને પોતાના પ્રાણોની પરવા ન હતી. તેને પોતાના શીલની રક્ષા થયાનો અપાર આનંદ હતો. ધનંજયના વહાણને તૂટતું તેણે જોયું હતું અને તૂટેલા વહાણની જળસમાધિ પણ તેણે જોઈ હતી.
ધીરે ધીરે સાગર શાંત થયો.
સાગરનાં શાંત પાણી પર સુરસુંદરી તરી રહી હતી. લાંબા પાટિયાને છાતીસરસું દાબીને તે સૂઈ જ ગઈ હતી. પાટિયું તરી રહ્યું હતું.
જ્યારે સુરસુંદરીની આંખો ખૂલી... ત્યારે તેણે પોતાની જાતને એક નગરના કિનારે તણાઈ આવેલી જોઈ. કિનારાની રેતી પર પાટિયું ચોંટી ગયેલું હતું. તે ઝટપટ ઊભી થઈ ગઈ. તેનાં વસ્ત્ર ઠેર ઠેર ફાટી ગયાં હતાં અને ભીનાં હતાં. તે કિનારા પર ઊભી રહી ગઈ. હવામાં તેણે પોતાનાં વસ્ત્રોને સુકાવા દીધાં.
‘આ કયું નગર હશે? જાઉં નગરમાં... પરંતુ અજાણ્યા નગરમાં હું ક્યાં જઈશ? વળી કોઈ નવી આફત... ભલે આવે આફત... દરિયામાં કૂદી પડીને આફતનો સામનો કર્યો છે... તો એનાથી વધીને બીજી કઈ આફત આવશે? અહીં ઊભા રહેવાનો કોઈ અર્થ નથી...'
સુરસુંદરીએ નગર તરફ ચાલવા માંડવું.
એ બેનાતટ નગર હતું. નગરના મુખ્ય દરવાજામાં એણે પ્રવેશ કર્યો. ત્યાં તેણે નગરમાં ભારે કોલાહલ સાંભળ્યો. રાજમાર્ગ પર એક પણ માણસ ન હતો. આસપાસનાં મકાનોમાંથી માણસોની બુમો સંભળાતી હતી.
For Private And Personal Use Only