________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૨
‘પણ આ નૃત્ય શંકરનું તાંડવનૃત્ય બની ગયું તો?’
‘તું અત્યારે આવાં વચન ન બોલ સુંદરી...'
મને તારો સર્વવિનાશ દેખાય છે ધનંજય...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
‘સુંદરી?...’ ધનંજય રાડ પાડી ઊઠ્યો.
‘હું સાચું કહું છું ધનંજય.. વિનાશકાળ સાવ નિકટ છે.. નહીંતર તારી બુદ્ધિ બગડત નહીં.’
‘શું તારે આવી જ વાતો કરવાની છે અહીં?' ધનંજય રોષથી સળગી ઊઠ્યો.
‘ના, મારે તને કહેવું હતું તે કહી દીધું..., તું મને જવાબ આપ કે તું મને મારા પતિ પાસે સુરક્ષિત પહોંચાડીશ કે નહીં?'
‘એ પતિ તારો મરી ગયો... તારો પતિ... તારી સામે છે...'
‘નમો અરિહંતાણં...' ના ગગનભેદી નાદ સાથે સુરસુંદરી સમુદ્રમાં કૂદી પડી.
‘સુંદરી... સુંદરી... અરે, દોડો.. સુંદરી દરિયામાં પડી ગઈ...’
ધનંજય બેબાકળો થઈ ગયો. એની બૂમ સાંભળીને નાવિકો તૂતક પર દોડી આવ્યા.. પરંતુ ત્યાં તો વહાણ ઊછળવા લાગ્યું. સુસવાટા કરતા પવને વહાણનું સઢ ચીરી નાંખ્યું... એક જોરદાર કડાકો થયો.. અને વહાણનો સ્તંભ તૂટી પડ્યો.. નાવિકો ‘સાવધાન... સાવધાન...’ ની બૂમો પાડતા રહ્યા અને આકાશમાંથી ધોધમાર વર્ષા શરૂ થઈ.
For Private And Personal Use Only
આભઊંચાં મોજાં ઊછળવા લાગ્યાં અને વહાણે જળસમાધિ લીધી. વહાણ સાથે ધનંજય અને એના માણસો બધા જ સમુદ્રના તળિયે ગરકાવ થઈ ગયા. વહાણનાં લાકડાં દરિયા પર તરવા લાગ્યાં...