________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રીત કિયે દુઃખ હોય ‘ભૂખ નથી.’
‘વિચાર કરી લીધો?’
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
‘હા.’
‘મારી વાત કબૂલ?’
'અધીર ન બનો. આપણે સંધ્યા સમયે વહાણના તૂતક પર જઈને બેસીશું... ત્યાં આથમતા સૂર્યની શાખે અને ઊછળતા ઉદધિની શાખે નિર્ણય કરીશું... પણ હા, ત્યાં આપણા બે સિવાય કોઈ જ માણસ ન જોઈએ!’
બહુ સરસ! તેં સ્થળ અને કાળ કેટલો સરસ પસંદ કર્યો! ત્યાં આપણા બે સિવાય કોઈ જ હાજર નહીં રહે...'
‘તો હું વસ્ત્રપરિવર્તન કરી લઉં...' ‘હું પણ સુંદર વસ્ત્રો પહેરી લઉં!' ‘તમારે ભોજન કરવું હોય તો કરી લો..’
‘ના રે, હવે મનગમતું ભોજન કરીશ.'
સુરસુંદરીએ પોતાના ખંડનાં દ્વાર બંધ કર્યાં. સુંદર વસ્ત્રો પહેરી લીધાં... અને ધ્યાનમાં બેસી ગઈ. શ્રી નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન થઈ ગઈ. એના અંગેઅંગમાં રોમાંચ થઈ ગયો. તેણે સૂક્ષ્મ કંપન અનુભવ્યું.. તેણે આંખો ખોલી, ઊભી થઈ અને દ્વાર ખોલીને બહાર નીકળી.
ધનંજય પણ સ્વર્ગીય આશાઓ અને અપાર ઉમંગો લઈને આવી પહોંચ્યો. બંને વહાણના તૂતક પર જઈને બેઠાં. નાવિકો અને નોકરો ત્યાંથી ખસી ગયા
હતા.
સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો. સમુદ્ર તોફાની બન્યો હતો. ક્ષિતિજ ધૂંધળી દેખાતી હતી. ધનંજયે કહ્યું:
‘સુંદરી તારો હાથ મારા હાથમાં આપ... આથમતા સૂર્યની શાખે આજે હું પાણિગ્રહણ કરું...'
‘ધનંજય!’ સુરસુંદરીએ નામ લઈને કહ્યુંઃ
આજે દરિયો તોફાની લાગે છે, નહીં? આપણું વહાણ પણ ડોલી રહ્યું છે...'
For Private And Personal Use Only
‘ડોલી નથી રહ્યું સુંદરી, નાચી રહ્યું છે! આપણા મિલનની ખુશીમાં નાચી રહ્યું છે...’