________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
પ્રીત કિયે દુઃખ હોય ચાલ્યો. સુરસુંદરીને આશ્ચર્ય થયું. “અહીં આ અજાણ્યા પ્રદેશમાં મારા માટે સવા લાખ રૂપિયા આપનાર કોણ હશે આ બાઈ?”
હવેલી આવી ગઈ. લીલાવતીએ સવા લાખ રૂપિયા ગણી આપ્યા. ફાનહાન રૂપિયા લઈને ચાલ્યો ગયો. લીલાવતી સુરસુંદરીને લઈને પોતાના ભવ્ય રતિક્રિયાભવનમાં આવી. ‘તારું નામ શું છે?” સુરસુંદરી.' સુંદર નામ છે, હું તને સુંદરી કહીશ...” “ચાલશે.”
તું સ્નાન કરીને આ સુંદર વસ્ત્રો પહેરી લે. પછી આપણે શાંતિથી વાતો કરીશું.”
સુરસુંદરીએ સ્નાન કરીને, લીલાવતીએ આપેલાં વસ્ત્રો પહેરી લીધાં. તે લીલાવતીની પાસે આવીને બેસી ગઈ. લીલાવતી સુરસુંદરીના અદ્ભુત રૂપયૌવનને જોઈ મુગ્ધ બની ગઈ. તેનું મન બોલી ઊઠ્યું :
સવા લાખ રૂપિયા તો દસ દિવસમાં મને આ કમાવી આપશે!” તેણે સુરસુંદરીને કહ્યું:
સુંદરી, હવે તારા તન-મનનાં દુઃખો ગયાં સમજ. તારા મનમાં જે કોઈ ચિંતાઓ હોય, વ્યથાઓ હોય. તે બધું બહાર ફેંકી દે. ખૂબ પ્રસન્નચિત્ત થઈ જા. આ હવેલીમાં તારે રહેવાનું છે. તને ભાવે તે ભોજન કરવામાં ને ગમે તે શણગાર સજવાના! આ હવેલીના ઉદ્યાનમાં સરોવર છે. એમાં યથેચ્છ જલક્રીડા કરજે. શરીર પર સુગંધી દ્રવ્યોનાં વિલેપન કરજે... આંખોમાં અંજન કરજે ...'
પણ આ બધું શા માટે? મારા પર તમે આટલું બધું હેત કેમ વરસાવો છો, તે મને નથી સમજાતું..”
સમજાશે સુંદરી! આ બધું કરીને તારે આ હવેલીમાં આવનારા રસિક ધનવાનોને શય્યાસુખ આપવાનું છે. એમને રીઝવીને હજારો રૂપિયા મેળવવાના છે! હા, તને ગમે તે રસિક પુરુષને ખુશ કરજે... તને જે ન ગમે તેને હું બીજી સુંદરીઓ પાસે મોકલીશ! “એટલે શું આ વેશ્યાગૃહ છે? અને તમે..”
For Private And Personal Use Only