________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮.
પ્રીત કિયે દુઃખ હોય શકે. શું કાલે મારાથી ભૂલ ન થઈ શકે? અને એ મારો ત્યાગ કરી દે તો? સ્વજનોની ભૂલને પરસ્પર સહી લેવી જોઈએ... એ જ સુખી જીવનનો સાચો ઉપાય છે....'
ક્યાં સુધી સહ્યા કરવાનું? સહવામાં ને સહવામાં યુવાનીને પૂરી કરી નાંખવાની? સુખ ભોગવવાના સંયોગો મળવા છતાં એ સંયોગોને ગુમાવી દેવાના?”
પ્રેમીના પ્રહાર સહવાનો પણ એક આનંદ હોય છે ભાઈ!' સુરસુંદરીએ “ભાઈ' શબ્દ પર ભાર મૂક્યો. ધનંજયને એ શબ્દ ન ગમ્યો. તે બોલ્યો:
આ પ્રહાર જીવલેણ છે સુંદરી! સહવાની પણ હદ હોય છે... હા બીજું કોઈ પ્રેમ આપનાર ન મળે ત્યાં સુધી સહ્યા કરવું પડે.. એ જુદી વાત છે.... પરંતુ પ્રહાર કરનારા પ્રેમી કરતાં વધુ પ્રેમ આપનાર સ્નેહી મળે તો એનો સ્વીકાર કરી લેવો જોઈએ.'
એટલે તો તમારી સાથે આવી છું!'
એટલે? શું તું મને અમર કરતાં વધારે ચાહે છે? તું મને પ્રેમ કરે છે?... તો તો હું ધન્ય બની ગયો...!” ધનંજય આસન પરથી ઊભો થઈ ગયો.. ને સુરસુંદરીની પાસે આવીને ઊભો...
‘તમને હું મારા ભ્રાતા તરીકે ચાહું છું. શું ભાઈ-બહેનનો પ્રેમ એ પ્રેમ નથી?'
તું મને ભાઈ માનીને ચાહતી હોઈશ... હું તને બહેન માનીને ચાહી શકતો નથી. તને હું મારી પ્રિયા રૂપે ચાહું છું સુંદરી.!”
ધનંજયના આ શબ્દએ સુરસુંદરીને ચોંકાવી દીધી. તે સાવધાન થઈ ગઈ. તેની આંખોમાંથી કોમળતા ચાલી ગઈ.. છતાં એણે વાણીનો સંયમ જાળવીને કહ્યું:
તમે મને વચન આપેલું છે, તે ભૂલી ગયા?'
એ વચન પાળવાની શક્તિ મેં ખોઈ નાંખી છે... હવે તને મારી પ્રિયા બનાવીને સુખી કરવાની ઇચ્છા પ્રબળ બની ગઈ છે..”
હું સુખી જ છું. તમારે મને સુખી કરવાનો વિચાર કરવાની જરૂર નથી. તમારે તમારું વચન પાળવું જોઈએ.'
For Private And Personal Use Only