________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૯૯ “મેં તને કહ્યું ને કે હું વચન પાળી શકું એમ નથી. હું તારા અપ્સરા જેવા રૂપમાં મોહિત થયો છું. તારું યૌવન જાઉં છું.... અને મારાં અંગેઅંગ સળગી ઊઠે છે.. મને રાત્રે નિદ્રા નથી આવતી. ભોજન પણ નથી ભાવતું...”
આ તો વિશ્વાસઘાત છે. તમે મોટા વ્યાપારી છો... તમારે વચનભંગ ન જ કરવો જોઈએ. પરસ્ત્રીગમનનું પાપ તમારો વિનાશ કરશે. માટે તમારા મનમાંથી આ પાપ-વિચારને દરિયામાં ફેંકી દો.
એટલે તો કહું છું કે તું મારી સ્ત્રી બની જા. આ અઢળક સંપત્તિની સ્વામિની બની જા. મારા સંગે પાંચે ઇન્દ્રિયોનાં સુખ ભોગવ... તને હું ક્યારેય દુઃખી નહીં થવા દઉં...”
ધનંજયે એકદમ સુરસુંદરીનો હાથ પકડી લીધો.... સુરસુંદરીએ તરત જ ઝાટકો મારીને હાથ છોડાવી લીધો અને દૂર હટી ગઈ. એનું મન રોષથી ભભૂકી ઊઠ્યું..... છતાં તેણે શાંત શબ્દોમાં કહ્યું : “શું તમે મને વિચાર કરવાનો પણ સમય નહીં આપો? “ના... સુંદરી, તારા સંયોગ વિનાની એક ક્ષણ પણ મારા માટે...'
તો હું જીભ કચરીને આપઘાત કરી દઈશ. અથવા આ દરિયામાં કૂદી પડીશ.”
ના... ના..., એવું દુઃસાહસ ન કરીશ. ભલે તારે વિચાર કરવો હોય તો કરી લે.. સાંજ સુધી વિચાર કરી લે... બસ, પછી તું આ જુદા ખંડમાં નહીં રહે... મારા ખંડમાં આવી જઈશ! આજની રાત સ્વર્ગીય સુખમાં વીતશે...!”
ધનંજય ખંડ છોડીને ચાલ્યો ગયો.. સુરસુંદરીના મુખમાંથી શબ્દો સરી પડ્યા... “દુષ્ટ... નફ્ફટ.. તારી રાત સ્વર્ગીય સુખમાં નહીં.. નારકીય દુઃખમાં ન વીતે... તો મને યાદ કરજે!”
સુરસુંદરીએ તરત જ પોતાના ખંડના દ્વારને બંધ કર્યું. અને પલંગમાં ફસડાઈ પડી.. રડી પડી.
‘અમરે વિશ્વાસઘાત કર્યો. આ વેપારીએ પણ વિશ્વાસઘાત કર્યો. મારાં કેવા પાપકર્મ ઉદયમાં આવ્યાં છે? આના કરતાં તો હું યક્ષદ્વીપમાં જ રહી ગઈ હોત તો સારું હતું.. મારા શીલનાં જતન તો થાત... અમરને આવવું હોત તો ત્યાં આવત.. પણ હું જ એના મોહમાં મૂઢ બની.. અને એની પાસે પહોંચવા આ વહાણમાં બેસી ગઈ.. અજાણયા પુરુષ પર નારીએ વિશ્વાસ ન કરવો જોઈએ, છતાં મેં કરી દીધો.. હું એનાં મીઠાં વચનોમાં ભોળવાઈ ગઈ.. શું
For Private And Personal Use Only