________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય આ મહામંત્ર છે! સાચે જ સાધ્વીજી સુવ્રતાએ મારા પર અનંત ઉપકાર કર્યો છે. એમણે મને ચિંતામણિ રત્ન આપ્યું છે.
વિચારોમાં ને વિચારોમાં એ ક્યારે નિદ્રાધીન થઈ ગઈ એનો એને ખ્યાલ જ ન રહ્યો. જ્યારે એ જાગી ત્યારે દિવસનો ત્રીજો પ્રહર પૂરો થવા આવ્યો હતો. તે શીઘ ઊભી થઈ. વસ્ત્રો ઠીક કર્યા અને દ્વાર ખોલ્યું. ખંડમાંથી બહાર આવી. તે વહાણના તૂતક પર પહોંચી. ચારે બાજુ સમુદ્ર... ઊછળતાં તરંગો... અને પાણીના ઘુઘવાટ...
યક્ષદીપ પર રહીને દરિયા સાથે તેણે દોસ્તી બાંધી હતી ને? દરિયાના દર્શનમાં તેને આનંદ મળતો હતો. તે સ્થિર દૃષ્ટિએ સમુદ્રદર્શન કરતી ઊભી હતી ત્યાં એની પાછળ આવીને શ્રેષ્ઠી ધનંજય ઊભો રહી ગયો હતો.
“શું સિંહલદ્વીપને શોધે છે?' શ્રેષ્ઠીએ પૂછયું: સુરસુંદરી ચમકી, તેણે પાછળ જોયું. ધનંજય હિસી રહ્યો હતો. તેણે સુંદર વસ્ત્રો પહેર્યા હતાં. તેનાં વસ્ત્રોમાંથી સુગંધ આવતી હતી.
હજુ તો આપણે ઘણા દિવસની યાત્રા કરવી પડશે ત્યારે સિંહલદ્વીપ આવશે.” “અરે હા, હું તો આપનું નામ પૂછવાનું ભૂલી ગઈ મને લોકો શ્રેષ્ઠી ધનંજય કહે છે.” ‘આપની જન્મભૂમિ?'
હું અહિછત્રા નગરીનો વાસી છું.” “તો તો ચંપાથી બહુ દૂર નહીં.” મેં ચંપાને જોઈ છે. વ્યાપારાર્થે આવેલો છું.” અને વ્યાપારાર્થે જ સિંહલદ્વીપ જાઓ છો ને?' ‘હા, વ્યાપારનો હેતુ તો ખરી જ, સાથે સાથે અજાણ્યા દેશ-પ્રદેશોને જોવાની લાલસા પણ ખરી.'
ધનંજયની દૃષ્ટિ વારંવાર સુરસુંદરીના યુવાન દેહ પર ફરતી હતી. સુરસુંદરીના પારદર્શક વસ્ત્રોમાંથી ડોકાતા યૌવનમાં ધનંજયનું વિષયી મન લાલચું બનીને લપેટાયે જતું હતું.
0
0
0
For Private And Personal Use Only