________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
પ્રીત કિયે દુઃખ હોય
ઉપકાર નથી કરતો, કર્તવ્યનું પાલન કરું છું.”
આપ ખરેખર, મહાપુરુષ છો...”સુરસુંદરી કૃતજ્ઞતા પ્રગટ કરતાં ગદ્ગદ્ થઈ ગઈ.
જો, આ તારા માટેનાં વસ્ત્રો છે. આ મલિન વસ્ત્રો ઉતારીને એ વસ્ત્રો પહેરી લેજે. સ્નાન માટેની પણ સગવડ છે... પછી આપણે સાથે જ ભોજન કરીશું.'
સુરસુંદરીએ સાત સાત દિવસથી અન્ન લીધું ન હતું, માત્ર ફલાહાર કર્યો હતો. શ્રેષ્ઠીની ભોજનની વાત સાંભળીને તેની સુધા ભભૂકી ઊઠી. જલદી જલદી તે સ્નાનઘરમાં પ્રવેશી... સ્નાન કર્યું અને વસ્ત્રપરિવર્તન કરી લીધું અને તે સ્વસ્થ થઈ.
થોડી જ વારમાં શ્રેષ્ઠી-સ્વયં સુરસુંદરીના ખંડમાં આવ્યો અને ભોજન માટે એને લઈ ગયો. ખૂબ આદર સાથે આગ્રહ કરીને ભોજન કરાવ્યું અને બોલ્યો
હવે તું નિરાંતે જઈને વિશ્રાંતિ કર.. હું પણ મારા ખંડમાં જઈને હવે વિશ્રામ કરીશ. કોઈપણ કામ હોય તો મને બોલાવજે...”
સુરસુંદરી પોતાના ખંડમાં આવી. ખંડનું દ્વાર બંધ કર્યું અને પલંગમાં પડી. ભોજન કર્યા પછી સૂવાની તેને ટેવ ન હતી. તેને નિદ્રા ન આવી પણ વિચારોનો ધસારો થયો...
હું અજાણી.. આ શ્રેષ્ઠી પણ અજાણ્યો... છતાં મારા પર કેટલી દયા કરી? મારી કેટલી કાળજી લે છે? મને સારો સથવારો મળી ગયો. હવે થોડા દિવસોમાં જ અમરકુમારનો ભેટો થઈ જશે... એ મને જીવતી જોઈને આશ્ચર્યચકિત થઈ જશે... ના, ના શરમિંદો થઈ જશે... જો કે એને પાછળથી તો પોતાની ભૂલ સમજાઈ હશે.. ક્રોધ ઊતરી ગયા પછી માણસને પોતાની ભૂલ સમજાતી હોય છે. પણ શું એ પોતાની ભૂલ સ્વીકારશે? ભલે ન સ્વીકારે... હું એને કડવાં વેણ નહીં કહું... જાણે કંઈ બન્યું જ નથી. એ રીતે વ્યવહાર કરીશ..'
આ શ્રેષ્ઠીનો પરિચય તો મેં પૂછ્યો જ નહીં! અરે, એનું નામ પણ પૂછ્યું નહીં... તેને હું અવિવેકી લાગી હોઈશ? હા, હું પણ સ્વાર્થી તો ખરી જ ને? મારું કામ થઈ ગયું એટલે નામ પૂછવા જેટલાય વિવેક હું ચૂકી ગઈ.. હવે પૂછીશ... અને કોઈ કામ કરવાનું પણ માગીશ. માણસ સજ્જન લાગે છે. નવકારમંત્રના પ્રભાવે જ આ બધુ અનુકૂળ મળી આવ્યું છે. અશરણને શરણ
For Private And Personal Use Only