________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
પ્રીત કિયે દુઃખ હોય
નમસ્કાર મહામંત્ર તો મારા ઘટમાં છે... એના અચિંત્ય પ્રભાવથી મારું શીલ સચવાશે જ.'
‘અવશ્ય... અવશ્ય બેટી! મહામંત્ર નવકાર તારી સદા રક્ષા કરશે. મારા જેવા ક્રૂર કાળજાના યક્ષને જે મહામંત્ર બદલી નાંખ્યો... તે મહામંત્ર અદ્ભુત છે.’
‘આપ મને આશીર્વાદ આપો... એટલે હું કિનારે પહોંચી જાઉં...'
‘મારા તને અનંત આશીર્વાદ છે બેટી, પ્રસન્નચિત્તે યાત્રા કરજે... તને શીઘ્રતયા તારા પતિનો સંયોગ થાઓ!'
યક્ષરાજે સુરસુંદરીના મસ્તક પર હાથ મૂક્યો અને સુરસુંદરી પ્રણામ કરી સમુદ્રકિનારા તરફ ચાલી.
શ્રેષ્ઠી સુરસુંદરીની પ્રતીક્ષા કરતો ઊભો હતો.
મને આવવામાં થોડો વિલંબ થયો, નહીં? ક્ષમા કરજો.' સુરસુંદરીએ શ્રેષ્ઠીની ક્ષમા માંગી.
‘કોઈ જ વિલંબ નથી થયો. હમણાં જ માણસો પાણી ભરીને વહાણમાં ચઢ્યા છે. હવે આપણે વહાણમાં ચઢી જઈએ.’
સુરસુંદરીને વહાણમાં ચઢતાં શ્રેષ્ઠીએ ટેકો આપ્યો. સુરસુંદરીના દેહનો સ્પર્શ થતાં... શ્રેષ્ઠી ધ્રુજી ઊઠ્યો. સુરસુંદરી ઉત્સાહમાં હતી... તેને શ્રેષ્ઠીના સ્પર્શનો ખ્યાલ પણ ન આવ્યો. તે વહાણમાં ચઢી ગઈ. એની પાછળ શ્રેષ્ઠી પણ ચઢી ગયો.
શ્રેષ્ઠીએ સુરસુંદરીને, પોતાના ખંડની પાસેનો જ ખંડ બતાવીને કહ્યું: ‘અહીં તને ફાવશે ને? આ ખંડમાં તારા સિવાય કોઈ જ નહીં રહે. અહીં બધી જ સગવડતા છે.’
ખંડ નાનો હતો છતાં સ્વચ્છ હતો. સુંદર હતો અને શણગારેલો હતો. સુરસુંદરીએ કહ્યું;
‘પિતાજી, મારે તો આનાથી નાનો અને સામાન્ય ખંડ હશે તો પણ ચાલશે.’
‘શા માટે? મારા વહાણમાં તને કોઈ જ કમી નહીં દેખાય... અને તારે કોઈ જ ચિંતા કરવાની નથી. વહાણના તમામ માણસોને મેં સૂચના આપી દીધી છે કે એ બધા તારી આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરશે.’
‘આપ મારા પર ઉ૫કા૨નો ભાર વધારી રહ્યા છો.’
For Private And Personal Use Only