________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય | ‘તમે મને સિંહલદ્વીપ સુધી લઈ જશો તો હું તમારો ઉપકાર નહીં ભૂલું.. પરંતુ મારી એક વાત તમે માનો તો હું તમારી સાથે આવું.'
“કઈ વાત? તમે કહો તે વાત માનવા તૈયાર છું!” શ્રેષ્ઠી ખૂબ આનંદમાં આવી ગયો.
કાં તો તમારે મને તમારી ભગિની માનવાની, કાં તો દીકરી માનવાની. મારા પતિ સિવાય દુનિયાના બધા જ પુરુષો કાં તો મારા પિતા છે, કાં મારા ભ્રાતા છે.' “મને તમારી વાત માન્ય છે. તમે ચાલો મારી સાથે.”
તો હું ઉપવનમાં જઈને થોડી જ વારમાં પાછી આવું છું. તમે મારી પ્રતિક્ષા કરશો ને?'
અવશ્ય, તમારે જે કાર્ય પતાવવાનાં હોય તે પતાવીને આવી જજો.”
તમારો મહાન ઉપકાર..! સુરસુંદરીએ શ્રેષ્ઠીને મસ્તક નમાવીને પ્રણામ કયાં અને દ્રત ગતિથી તે ઉપવનમાં પહોંચી, કારણ કે યક્ષરાજની અનુજ્ઞા લેવાની હતી!”
જેવી એ ઉપવનમાં પ્રવેશી, તેવા જ યક્ષરાજ પ્રગટ થયા અને બોલ્યા: “બેટી, આજે તું જવાની ને?”
હા જી, એક સારો સથવારો મળી ગયો છે આજે.” ‘જાણું છું.' આપની અનુમતિ લેવા આવી છું.' મારી અનુમતિ છે... પરંતુ...” ‘પરંતુ શું યક્ષરાજ?' “સમુદ્રમાર્ગ છે... અજાણ્યો સથવારો છે... એટલે પૂર્ણ જાગ્રત રહેજે બેટી!” યક્ષરાજની વાણી ગદ્ગદ્ થઈ ગઈ.
આપનો મારા માથે હાથ છે.. પછી મને શાની ચિંતા?'
બેટી, આ દ્વીપ છોડીને જ્યારે તું સમુદ્રમાર્ગે આગળ વધીશ... ત્યારે હું તને ન તો જોઈ શકીશ કે ન સહાયક બની શકીશ... કારણ મારું અવધિજ્ઞાન આ દ્વીપ પૂરતું જ સીમિત છે...'
ભલે, પરંતુ આપના અંતરના આશીર્વાદ તો મારી સાથે જ છે... વળી, શ્રી
For Private And Personal Use Only