________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય એક વહાણ યક્ષદ્વીપ તરફ જ આવી રહ્યું હતું. સુરસુંદરીનું મન નાચી ઊડ્યું.
એકાદ ઘટિકામાં તો વહાણ કિનારા પાસે આવી ગયું અને ટપોટપ માણસો કિનારા પર ઉતરી આવ્યા. એ લોકોને મીઠું પાણી લેવું હતું.
એ લોકોએ દૂર ઊભેલી સુરસુંદરીને જોઈ... જતા જ રહ્યા. વહાણમાંથી ઊતરી રહેલા. એ વહાણના માલિક પાસે દોડ્યા અને કહ્યું:
શ્રેષ્ઠી, ત્યાં જુઓ... સુરસુંદરી તરફ હાથ લાંબા કરીને તેમણે શ્રેષ્ઠીનું ધ્યાન દોર્યું. શ્રેષ્ઠીની દૃષ્ટિ સુરસુંદરી પર પડી.. તે પણ જોતો જ રહી ગયો. માણસોને પૂછુયું?”
આ કોણ હશે આ નિર્જન દ્વીપ પર?”
આ દ્વીપની અધિષ્ઠાયિકા દેવી જ લાગે છે, તમે ચિંતા ન કરો. હું એ દેવી પાસે જાઉં છું.... તમે તમારું કામ કરો.”
શ્રેષ્ઠી સુરસુંદરી પાસે આવ્યો, સાષ્ટાંગ પ્રણિપાત કર્યો અને બે હાથ જોડીને મસ્તક નમાવીને ઊભો રહ્યો.
મહાનુભાવ, હું કોઈ દેવી નથી... હું તો એક માનવ-સ્ત્રી છું...'
સુરસુંદરી સમજી ગઈ હતી કે આ વ્યાપારી મને દેવી માનીને પ્રણામ કરી રહ્યો છે એટલે તેણે સ્પષ્ટતા કરી.
તો પછી તમે આ દ્વીપ પર ક્યાંથી આવ્યાં અને એકલાં જ કેમ છો?'
હું અહીં મારા કંથ સાથે આવી હતી... અમે સિંહલદ્વીપ જવા માટે નીકળ્યાં હતાં. પરંતુ મારો કંથ મારો ત્યાગ કરીને... મને ઊંધતી મૂકીને ચાલ્યો ગયો. તેથી હું અહીં એકલી છું, અને એવા કોઈ વહાણની પ્રતીક્ષા કરી રહી છું કે જે વહાણ સિંહલદ્વીપ તરફ જતું હોય અથવા કોઈ વહાણ ચંપાનગરી તરફ જતું હોય
તમે જો મારી સાથે આવો તો હું તમને સિંહલદ્વીપ લઈ જઈશ.' શ્રેષ્ઠી સુરસુંદરીના રૂપ પર મુગ્ધ બની ગયો હતો... પરંતુ તેણે પોતાની વાણી પર પૂરો સંયમ રાખીને સુરસુંદરીને પોતાની સાથે લઈ જવાની વાત કરી. સુરસુંદરી ચતુર હતી... એક અજાણ્યા પરદેશી સાથે સમુદ્રમાર્ગે જવાનાં ભયસ્થાનો તે જાણતી હતી... વળી પોતે કંથ વિનાની એકાકી નારી હતી, યુવતી હતી. પુરુષની નબળાઈ એનાથી અજાણી ન હતી... એટલે તેણે શ્રેષ્ઠીને કહ્યું:
For Private And Personal Use Only