________________
Shri Mahavir Jain Aradhana Kendra
સામ્યશતક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लवणोदन्वतो यः स्यादगाधबोधने विभुः ।
अलंभविष्णुः सोऽप्यस्य नैव वैभवसंविदे ।। ५० ।।
૫૧
: અર્થ :
જે પુરુષ લવણ સમુદ્રની અગાધતાને જાણવા સમર્થ હોય, તે પુરુષ પણ આ લોભના વૈભવને જાણવા સમર્થ થતો નથી.
: વિવેથન :
જે પુરુષ સ્વયંભૂરમણ સમુદ્રની અગાધતા જાણી શકે છે, તે પણ લોભના મહાસમુદ્રની અગાધતા જાણવી શક્ય નથી! ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે :
પુરુષ માટે
कोउ सयंभूरमनको, जे नर पावे पार, सो भी लोभ समुद्रको, लहे न मध्य प्रचार ।
લોભનો મહાસાગર એવો અગાધ છે... એની અંત વિનાની ઊંડાઈ છે.... કે જેને કેવળજ્ઞાની સિવાય કોઈ સમજી શકતું નથી.
લોભનો મહાસાગર, દુનિયાના મહાસાગર (સ્વયંભૂરમણ સમુદ્ર) કરતાંય વધુ ઊંડો છે. જો એમાં જીવ ડૂબી ગયો, તો બહાર નીકળવું શક્ય નથી. એને બચાવવા માટે પણ કોઈ સમર્થ નથી.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ, લોભને મેધની ઉપમા આપીને કહ્યું છે : लोभमेघ उन्नत भये, पापपंक बहु होत,
धर्महंस रति नहु लहै, चाहे न ज्ञान उद्योत ।
For Private And Personal Use Only
લોભની મુશળધાર વર્ષા થાય છે ત્યારે પાપનો ખૂબ કીચડ થાય છે. ધર્માત્મારૂપી હંસોને ખુશી નથી થતી અને લોભી જીવોને જ્ઞાનનો પ્રકાશ ગમતો નથી.
મૂળ શ્લોકમાં ‘લોભનો વૈભવ' કહેવામાં આવ્યો છે. લોભના વૈભવને જાણવા કોઇ સમર્થ નથી. એનો તાત્પર્યાર્થ આ છે કે લોભની અનંત ગહરાઈને કોઈ માપી શકતું નથી.