________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
સામ્યશતક
यावज्जागर्ति संमोहहेतुः संसारवासना। निर्ममत्वकृते तावत् कुतस्त्या जन्मिनां रूचिः ।।२९ ।।
:અર્થ : જ્યાં સુધી જીવોને મોહના હેતુભૂત સંસારની વાસનાઓ જાગે છે, ત્યાં સુધી નિર્મમત્વની રુચિ ક્યાંથી થાય?
વિવેચન : - શું તમારા મનમાં સ્વજનો પ્રત્યે રાગ છે? - શું તમારા ચિત્તમાં સ્નેહી-સગા-મિત્રો પ્રત્યે સ્નેહ છે? - શું તમારા હૃદયમાં ધન-સંપત્તિની આસક્તિ છે? - શું તમારા મનમાં શરીર ઉપર મમત્વ છે?
જો છે, તો પછી તમારા મનમાં મમત્વરહિત બનવાની ઇચ્છા નહીં જાગે. મારે નિર્મમ-નિર્મોહ બનવું છે.' આવી રુચિ નહીં જ જાગે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે :
ज्यु ज्युं भव की वासना, जगे मोहनिदान,
त्युं त्युं रुचे न लोक कुं, निर्मलभाव प्रधान । જ્યાં સુધી ભવવાસનાઓ તમારા ચિત્તમાં જાગતી રહેશે ત્યાં સુધી નિર્મમનિર્મોહ બનવાની નિર્મલ ભાવનાઓ તમારા મનમાં નહીં જાગે.
અમારા મનમાં પવિત્ર વિચારો, નિર્મલ ભાવનાઓ, શુભ ઇચ્છાઓ કેમ જાગતી નથી? જાગે છે, તો ટકતી કેમ નથી? જો આવો પ્રશ્ન તમારા ચિત્તમાં જાગે છે, તો આ પ્રશ્નનું સમાધાન આ શ્લોકમાં ગ્રંથકાર કરી દે છે!
નિર્મમ-નિર્મોહ બનવાની વાત તો ઘણી દૂર છે, એવા બનવાની ઇચ્છા - રુચિ જાગે છે મનમાં? દિવસ - રાતમાં એકાદવાર પણ આવી ઇચ્છા જાગે છે ખરી? આંતરખોજ કરવી જરૂરી છે.... વિવિધ ઇચ્છાઓ જાગે છે મનમાં, એ ઇચ્છાઓમાં એકાદ ઇચ્છા આવી પણ જાગે છે ખરી? શાંત ચિત્તે આંતરખોજ કરવી જરૂરી છે.
For Private And Personal Use Only